થોડા સમય અગાઉ જ બિનસચિવાલાયની પરીક્ષામાં પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે ગુજરાતભરમાં રોષનો માહોલ સર્જાયો હતો. ત્યારે ફરી એકવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પેપર લીક થતાં રહી ગયું છે.
સ્કૂલમાં પરીક્ષા હોવાથી જાહેરાત કરાઈ હતી કે, ઉમેદવારોએ મોબાઈલ મૂકીને આવવા. તેમ છતાં આ વિદ્યાર્થી મોબાઈલ સાથે પહોંચ્યો હતો અને તે પ્રશ્ન પત્રનો ફોટો પાડી વાયરલ કરવાના ઇરાદે ઝડપાયો હતો. ત્યારબાદ અધિકારીઓએ વિદ્યાર્થી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિદ્યાર્થી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.