હાઇકોર્ટમાં પિતા જનાર્દન શર્મા તરફે રજૂ કરાયેલા સોગંદનામામાં દલીલ કરવામાં આવી હતી કે બંને દીકરીઓએ સ્વેચ્છાએ સોગંદનામું રજૂ કર્યું છે કે કેમ આ અંગેની ચકાસણી માટે વિદેશ મંત્રાલય જમૈકામાં આવેલા ભારતીય હાઈ કમિશન પાસેથી આ સીસીટીવી ફૂટેજ રજૂ કરવામાં આવે. અગાઉ બંને દીકરીઓ દ્વારા ભારતીય એમ્બેસી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાદન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવાયો હતો. હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બેસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદ્દે કોર્ટને જણાવે તેવું અવલોકન કર્યું હતું.
અરજદાર - પિતા જર્નાદન શર્મા તરફે વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે બંને દીકરીઓ દ્વારા જે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યાં છે તે બળજબરીપૂર્વક કરાવવામાં આવ્યાં નથી તે સાબિત થતું નથી. દીકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દીકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે જો આશ્રમના લોકો તરફે બન્ને દીકરીઓને મદદ કરવામાં આવી રહી છે તો શું આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકાય.આ મુદ્દે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે આજના યુગમાં 15 વર્ષના બાળકો બધાં નિર્ણય લેતા હોય છે.
અરજદારના વકીલે દલીલ કરી હતી કે કોર્પસને હેરાન કરવામાં આવ્યાં છે તેવા અનેક વીડિયો છે અને મટિરિયલ પિતા જર્નાદન શર્મા પાસે હોવાની દલીલ કરી હતી. નિત્યાનંદિતાને નેપાળ મુકવા ગયેલા વ્યકિતનું રહસ્મય રીતે મૃત્યુ થયું છે. આ મુદ્દે પિતા જર્નાદન શર્માએ કોર્ટને રજૂઆત કરી હતી કે હું આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચૂક્યો છે એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બંને દીકરીઓ અને તેમની હત્યા થઈ જશે તેવી શંકા વ્યકત કરી હતી. બંને દીકરીઓને ભારતમાં મળવા માગું છું તેવું જર્નાદન શર્માએ કોર્ટને જણાવ્યું હતું. અરજદારના વકીલે પિતા જર્નાદન શર્મા પાસે બંને દીકરીઓને શારારિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.
અગાઉ બંને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે બંનેને પિતાથી જીવનું જોખમ છે તેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે અમે બંનેને માતાપિતા સાથે મળવા દેશું નહી પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દીકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બંને દીકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે બંને દીકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જુબાની આપી શકે તેની સામે હાઈકોર્ટે લાલ આંખ કરતાં કહ્યું કે બંને દીકરીઓને અહીં લાવવા મુદે કરવામાં આવતી બહાનાબાજીથી અમારો બંનેને બળજબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.
ઉલ્લેખનીય છે કે 10મી ડિસેમ્બરના રોજ બંને દીકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બંને દીકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદનામામાં બંને દીકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. હાઈકોર્ટે 20મી નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બંને યુવતીઓને પરત મેળવવા તમિળ માતાપિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.