નાણા મંત્રાલયના ટ્વીટર એકાઉન્ટ પર રાજ્યોના નાણાપ્રધાનની બેઠક અંગેની જાણકારી અપાઈ છે. જે અનુસાર આ બેઠકમાં નિર્મલા સીતારમને કહ્યું હતું કે જો રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કામ નથી કરતાં તો કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાતું નથી. કેન્દ્રીય નાણાપ્રધાને વધુમાં કહ્યું હતું કે કેન્દ્રની જવાબદારી આર્થિક વિકાસની દિશા નક્કી કરવાની છે અને તેને તે ક્ષેત્રમાં લાગુ કરવાની રાજ્યોની જવાબદારી છે.
તે ઉપરાંત નિર્મલા સીતારમને રાજ્યના નાણાપ્રધાનોને કહ્યું હતું કે રાજ્યો માટે ફંડ ડીવેલ્યુએશનમાં અભૂતપૂર્વ વધારો થયો છે. આ પહેલા 8,29,344 કરોડ રૂપિયા હતા, જે હવે વધીને 12,38,274 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તેની સાથે કેન્દ્રીય નાણાપ્રધાને તમામ રાજ્યોના અને કેન્દ્રશાસિત પ્રદેશોથી મોટાપાયે લોકોની આકાંક્ષાઓ પુરી કરવા માટે અને નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવા માટે રાજ્યો પાસે સહયોગની અપીલ કરી હતી.