ETV Bharat / state

Nirbhaya Safe City Project: 500થી વધારે CCTV કેમેરા તૈયાર, સેફ સિટીનો પ્રોજેક્ટ શરૂ - સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી

અમદાવાદમાં મહિલા, બાળકો અને વૃદ્ધોની સુરક્ષામાં નિર્ભયા પ્રોજેક્ટમાં 500થી વધુ CCTV સાથે 8 શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી મળી છે.

Safe City Project: મહિલા, બાળકો અને વૃદ્ધોની સુરક્ષામાં નિર્ભયા પ્રોજેક્ટ, 500થી વધુ CCTV સુરક્ષામાં સજ્જ

author img

By

Published : Feb 17, 2023, 1:14 PM IST

મહિલા, બાળકો અને વૃદ્ધોની સુરક્ષામાં નિર્ભયા પ્રોજેક્ટ, 500થી વધુ CCTV સુરક્ષામાં સજ્જ

અમદાવાદ: મહિલાઓને સુરક્ષા માટે દેશભરમાં અલગ અલગ પ્રોજેક્ટ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નિર્ભયા પ્રોજેક્ટ 2018 માં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓની સુરક્ષા સલામતી અને અન્ય બાબતો અંગે ખાસ કામ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Women Security: પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકતા મહિલાને આપ્યો સખી વન સ્ટોપ સેન્ટરમાં આશરો

8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ: ભારત સરકારના ગૃહ મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ દ્વારા દેશની 8 સીટીમાં નિર્ભયા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જે અંગે જાહેરાત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. 8 શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકત્તા, લખનઉ, મુંબઈ સીટીને પ્રાથમિક તબક્કે સેફ સીટી પ્રોજેક્ટમાં મંજૂરી મળી છે.

આ પ્રોજેકટનો મુખ્ય હેતુ મહિલા, બાળકો અને વૃદ્ધોની સલામતીનો છે. મુક્તપણે મહિલાઓ શહેરમાં ફરી શકે અને ભયમુક્ત વાતાવરણ ઉભું થાય તેવા આશયથી આ પ્રોજેકટ શરૂ કરાયો છે. જેમાં શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર કેમેરા સહિતના અનેક પ્રોજેકટ હાથ ધરાયા છે. --કોમલ વ્યાસ (DCP કંટ્રોલરૂમ)

સેફ સિટી પ્રોજેક્ટઃ નિર્ભયા સેફ સીટી પ્રોજેકટની અમદાવાદમાં પણ શરૂઆત કરાઈ છે. વર્ષ 2018થી અત્યાર સુધી છેલ્લા 3 વર્ષ દરમ્યાન 220.11 કરોડની ગ્રાન્ટ અમદાવાદને ફાળવવામાં આવી છે. ઇન્ટીગ્રેટેડ અને ઈન્ટેલિજન્ટ પોલીસ પ્લેટફોર્મ નક્કી કરાયા છે. જેમાં GUJ COP, ડાયલ 100, 112 સરકારી એપનડેટા મર્જ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ફેસ રીકોગ્નાઈઝ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.

CCTV કેમેરા: મહિલાની સુરક્ષા માટે અલગ અલગ 500 હોટસ્પોટ નક્કી કરી CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. મહિલાઓની સુરક્ષા માટે 1 લાખ જેટલી ઓટો રીક્ષા અને ટેક્સીઓને QR કોડ સાથે એટેચ કરી તમામ વાહનોની વિગત આંગળીના ટેરવે મેળવી શકાશે. નિર્ભયા સેફ સીટી પ્રોજેકટ અંતર્ગત બસ સ્ટેશનમાં પણ કેમેરા લગાવવામાં આવશે. સાથોસાથ અલગ અલગ જગ્યાઓ પર મોબાઈલ વાન પણ મુકવામાં આવશે.

આ પણ વાંચો Vadodara Abhayam 181 Help : વિધવા દ્વારા અભયમને ગુહાર, સાસરીયાં સમજ્યાં વિધવાની વાત

ટીમ તૈયારઃ ચાલુ વર્ષે મે મહિના સુધીમાં એક તબક્કાનું કામ પૂરું થાય તેવી આંશકા સેવાઈ રહી છે. આ પ્રોજેક્ટમાં અલગ અલગ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું સીધું જ મોનેટરીંગ કંટ્રોલરૂમમાં કરવામાં આવશે. સાથો સાથ પોલીસની એક અલગ ટીમ જ આ કામગીરીમાં સતત સ્ટેન્ડ ટુ રહેશે. નિર્ભયા પ્રોજેક્ટ માટે અલાયદી ટીમ ફિલ્ડ ઉપર અને કંટ્રોલરૂમ ખાતે ફરજ બજાવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.