ETV Bharat / state

NFSU Honoring Forensic Women Scientists: NFSU યુનિવર્સિટી દ્વારા 11 ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન - ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન

NFSU દ્વારા દેશની ખ્યાતનામ 11 મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રની આ રાષ્ટ્ર તેમજ વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે. જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. આ યુનિવર્સિટી દ્વારા સીનીયર ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન(Honoring Forensic Women Scientists)કરી વડાપ્રધાને મહિલા સશકિતકરણની હિમાયતને બળ પુરૂ પાડયું છે.

NFSU Honoring Forensic Women Scientists: NFSU યુનિવર્સિટી દ્વારા સીનીયર 11 ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન

author img

By

Published : Mar 15, 2022, 7:22 PM IST

અમદાવાદઃ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા દેશની ખ્યાતનામ 11 મહિલા વૈજ્ઞાનિકોના વિશિષ્ટ પ્રદાન માટે તેમની સેવાઓને સન્માનિત કરવાનો આજે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન
મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન

યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવી - નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના(National Forensic Science University)સ્થાપક કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસને વર્ષ-2022માં પદ્મશ્રી એવોર્ડ (Padma Shri Award)માટે પદનામિત કરાયા તે બદલ વિધાનસભા અધ્યક્ષ ડૉ.નીમાબહેન આચાર્યએ તેમને અભિનંદન પાઠવી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ફકત દેશમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરી નામના મેળવી રહી છે તેનો સંપૂર્ણ શ્રેય તેમને આપ્યો હતો.

મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન
મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન

આંતરરાષ્ટ્રીય સ્તરે ગુના સંશોધન ક્ષેત્રમાં અને આંતરિક સલામતી - અધ્યક્ષાએ કહ્યું કે, ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની(Gujarat Forensic Sciences University)રચના કરવાનો મુખ્ય હેતુ ગુના ક્ષેત્રના ઉકેલ માટે વૈજ્ઞાનિક ટેકનિકલ નિષ્ણાતોની ઉણપ દૂર કરવાનો છે. ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપનાથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીયસ્તરે ગુના સંશોધન ક્ષેત્રમાં અને આંતરિક સલામતી વ્યવસ્થા ઊભી કરવા માટે હાલ જણાઈ રહેલી ઉચ્ચ કક્ષાની ટેકનિકલ નિષ્ણાતોની ઉણપ દૂર થશે.

દેશભરમાં અને વિશ્વભરમાં ખૂબ નામના પ્રાપ્ત કરી - ઓક્ટોબર-2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi)નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષા તથા ઈન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો ગૌરવપૂર્ણ દરજ્જો આપતા, આ યુનિવર્સિટી નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી તરીકે કાર્યરત્ થઈ છે. આ યુનિવર્સિટીએ ખૂબ પ્રગતિ કરી દેશભરમાં અને વિશ્વભરમાં ખૂબ નામના પ્રાપ્ત કરી છે.

આ પણ વાંચોઃ International Women's Day:100 કરતાં વધુ રેસ્ક્યૂમાં સામેલ ગીરની સિંહણ સમી રેન્જ ફોરેસ્ટ ઓફિસર

શાંતિ અને સુખાકારી જળવાઈ રહે તેવો શુભ આશય - રાષ્ટ્રીય તેમજ આતંરરાષ્ટ્રીય કક્ષાએ ગંભીર અને જટિલ પ્રકારના ગુનાઓનું પ્રમાણ દિવસોદિવસ અત્યંત વધી રહ્યું છે ત્યારે રાષ્ટ્રઘાતક પ્રવૃતિઓ તેમજ જટિલ ગુનાઓના ઉકેલ માટે ફોરેન્સિક ટેક્નોલોજી ખૂબજ ઉપયોગી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે તેમજ દેશની આંતરિક સુરક્ષાની જાળવણીને લક્ષમાં લેતા ઉચ્ચ કક્ષાના ફોરેન્સિક તથા મનોવૈજ્ઞાનિક નિષ્ણાતો તૈયાર કરવાની તાતી જરૂરિયાત છે. આગામી સમયમાં આ નિષ્ણાતો આવા પડકારોનો સક્ષમતાથી સામનો કરી શકશે. ફોરેન્સિક નિષ્ણાતો તૈયાર કરી તેમના ટેક્નોલોજીકલ જ્ઞાનનો ઉપયોગ કરી દેશ અને વિશ્વભરમાં શાંતિ અને સુખાકારી જળવાઈ રહે તેવો શુભ આશય છે.

સ્ત્રી એ સામાજિક શકિત - રાજમાતા મીનળદેવીએ સદીઓ પહેલાં ગુજરાત પર શાસન કર્યુ હતું. જયારે આપણા મુખ્યપ્રધાન મહિલા થઇ ગયા હોય, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનજી પણ એક મહિલા તરીકે સંસદ ચલાવતા હોય. થોડા સમય અગાઉ આપણા રાષ્ટ્રપતિ પ્રતિભાજી પાટીલ પણ એક મહિલા તરીકે સમગ્ર દેશના વહીવટનું સંચાલન કરતા હોય એવા સમયે આપણે પણ સંગઠિત અને મજબુત બની આગળ આવવું જરૂરી છે. ગુજરાત સરકારે મહિલા સશકિતકરણની દિશામાં અનેક પગલાંઓ ભર્યા છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને હું સફળતાપૂર્વક નિભાવી રહી છું. સ્ત્રી એ સામાજિક શકિત છે. આજે આપણે સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક સમાનતા અને અધિકારીતા વિષે પ્રયત્નશીલ છીએ ત્યારે સમાજના મુખ્ય પ્રવાહમાં પુરૂષો સાથે મહિલાઓ અભિન્ન અંગ બની રહે તે જરૂરી છે.

ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત - ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રની આ રાષ્ટ્ર તેમજ વિશ્વની પ્રથમ અને એકમાત્ર યુનિવર્સિટી છે. જે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. આ યુનિવર્સિટી દ્વારા સીનીયર ફોરેન્સીક મહિલા વૈજ્ઞાનિકોનું સન્માન કરી વડાપ્રધાન મહિલા સશકિતકરણની હિમાયતને બળ પુરૂ પાડયું છે. નારી સશકિતકરણની દિશામાં દેશમાં ઘણો જ સુધારો થયો છે. છતાં હજુ ઘણું બધું કરવાનું બાકી છે. દેશના છેવાડાની સ્ત્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને આર્થિક, સામાજિક અને રાજનીતિક સાંસ્કૃત્તિક દૃષ્ટિએ સન્માનજનક સ્થિતિ સુધી લાવવા પ્રયત્ન કરી શકાય તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે. સ્ત્રીઓને ઘરના ઉંબરેથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઇને પોતાની જાતને સશકત બનાવવા કમર કસવી પડશે.

આ પણ વાંચોઃ PM Modi Gujarat Visit: RRUમાં વડાપ્રધાનનું સંબોધન, દિવ્યાંગોને આ કામમાં કઇ રીતે જોડવા તેનું સૂચન કર્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.