અમદાવાદ શહેર કોર્પોરેશન (Ahmedabad Corporati)દ્વારા અનેક ચાર રસ્તા પર ઓવર બ્રિજ કે અંડર બ્રિજ બનવાનું કામ હાથ ઘરવામાં આવ્યું છે. જેમાં અનેક બ્રિજના કામ પૂર્ણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં (Overbridge and Underbridge )આવ્યા છે. જેનો એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તે બ્રિજ પર અનેક ગાબડા પડી ગયા હોવાથી કોર્પોરેશનના વિપક્ષ નેતા દ્વારા કોર્પોરેશનના અધિકારીને આડે હાથ લીધા છે.
આ પણ વાંચો અમદાવાદના આ ગામોનો થશે વિકાસ, આપવામાં આવી મંજૂરી
ડ્રેનેજ લાઇનના કારણે બ્રિજનું કામ અટક્યું અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગોદરેજ ગાર્ડન ખાતે બોટાદ રેલવે અન્ડરબ્રિજ 5.69 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું કામ પણ 11 મહિના પહેલા પૂર્ણ થઈ( Ahmedabad Corporation Bridge Project )ગયું છે. પરંતુ અંડરબ્રિજ જગ્યાનું પઝેશન તેમજ ડ્રેનેજ લાઈન મુશ્કેલીના કારણે હજુ સુધી કામ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત મકરબા તળાવ ખાતે 9.78 કરોડના ખર્ચે બ્રિજ બનવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે કામ ડ્રેનેજ લાઈનને પ્રશ્નો ઉભા થતા કામ અટકાવી દેવામા આવ્યું છે. કોર્પોરેશન કોઈ પણ પ્રકારના પ્લાનિંગ વિના કામ કરતા જનતા ભારે મુશ્કેલી ભોગવી પડી રહી છે.
આ પણ વાંચો Ahmedabad Corporation decision : ફરી શરૂ થશે રાઈડ્સ, ફરી એ જ કોન્ટ્રાક્ટરને સોંપાઈ કામગીરી
ગત વર્ષે બનેલા બ્રિજ પર ખાડા પડયા અમદાવાદ શહેરમાં શિવરંજની ફ્લાયઓવર બ્રિજ, પાલડી ચંન્દ્રનગર ફ્લાય ઓવર બ્રિજ, જમાલપુર ફ્લાય ઓવરબ્રિજ તેમજ શાહીબાગ ફ્લાય ઓવર બ્રિજ સરફેસ તૂટી ગઈ છે. આ ઉપરાંત ખોખરા CTM બ્રિજ ગત વર્ષે બની તૈયાર થયો હતો. 6 વખત ગાબડા પડ્યા છે. જેના કારણે હાલમાં એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ મોટી સમસ્યા હોવા છતાં કોર્પોરેશન કર્મચારી સામે કોઈપણ પ્રકારના પગલાં કેમ લેવામાં આવતા નથી તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.