અમદાવાદ:નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોએ રાજ્યમાં અકસ્માતને લઇને રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં ગુજરાતમાં 2018માં 19,428 અકસ્માતના કેસ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2019માં 17,497 અકસ્માત થયા છે. એક વર્ષમાં 1931 અકસ્માતમાં ઘટાડો થયો છે.
રાજ્યમાં શહેર પ્રમાણે રોડ ટ્રાફિક અકસ્માત પર એક નજર કરવામાં આવે તો, 2018ની સરખામણીએ અમદાવાદ, સુરત અને વડોદરામાં અકસ્માતમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે રાજકોટમાં અકસ્માત વધ્યા છે. અમદાવાદમાં ટ્રાફિક અકસ્માત 1669થી ઘટી 1404 નોંધાયા છે. સુરતમાં રોડ અકસ્માત 969થી ઘટી 890 થયા છે અને વડોદરામાં રોડ ટ્રાફિક અકસ્માત 791થી ઘટી 695 કેસ નોંધાયા છે. રાજકોટમાં રોડ અકસ્માત 584ની સામે વધી 594 કેસ થયા છે. 2019ના વર્ષમાં જાન્યુઆરીમાં સૌથી વધુ 1663 રોડ અકસ્માત થયા હતા, જે બાદના મહિનાઓમાં રોડ અકસ્માતમાં ઘટાડો થયો છે.
ગુજરાતમાં અકસ્માતની ઘટનાનો તફાવત
વર્ષ | અકસ્માતની સંખ્યા | ઘટાડો |
2018 | 19,428 | |
2019 | 17,497 | 1931 |
ગુજરાતમાં રેલવે અકસ્માત
વર્ષ | અકસ્માતની સંખ્યા |
2018 | 1014 |
2019 | 994 |
2019માં ક્યાં હાઈવે પર કેટલા અકસ્માત?
હાઈવેનું નામ | અકસ્માતની સંખ્યા |
નેશનલ હાઈવે | 3,328 |
સ્ટેટ હાઈવે | 4,268 |
એક્સપ્રેસ હાઈવ | 75 |
NCRBના રિપોર્ટ અનુસાર 2019ના વર્ષમાં નેશનલ હાઈવે પર 3,328 અકસ્માત થયા છે, સ્ટેટ હાઈવે પર 4,268 અકસ્માત થયા છે અને એક્સપ્રેસ હાઈવ પર 75 અકસ્માત નોંધાયા છે.