અરજદારના વકીલે દલીલ કરી હતી કે, કંપનીમાં 6 હજારથી વધુ શેરહોલ્ડર્સ નાણા સીધી રીતે સંકળાયેલા છે. ત્યારે ભંડારી બંધુઓ દ્વારા કેટલાક કરોડ રૂપિયા તેમના અંગત ઉપયોગ અને અન્ય ધમનીઓમાં રોકાણ કર્યા પણ આક્ષેપ કર્યો હતો.
ભંડારી બંધુઓ પર આક્ષેપ છે કે, પોતાને લાભ કરાવવા માટે ખોટી કંપની ઊભી કરી કરોડો રૂપિયા ગેરકાયદેસર રીતે બીજી કંપનીમાં મોકલ્યા છે. ભંડારી બંધુઓ દ્વારા અનેક કંપનીઓમાં ખોટી રીતે ટ્રાન્ઝેકશન કરી શેરોના નાણાનો દુરુપયોગ કરી પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ આ મુદ્દે ભંડારી સહિત તમામને નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને આ મુદ્દે વધુ સુનાવણી જુલાઈ મહિનામાં થશે.