- ઇલેક્ટ્રોથર્મ કંપનીના કરોડોના કૌભાંડ બાદ NCLTનો બહુ મહત્વનો આદેશ
- ઇલેક્ટ્રોથર્મમાં સંજય ભંડારીની એડિ. ડાયરેક્ટર તરીકે નિમણૂક પર NCLTની રોક
- ઇલેક્ટ્રોથર્મ કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સ દ્વારા કંપની હડપ કરવાના કારસાને નેશનલ કંપની લો ટ્ર્રિબ્યુનલ (NCLT)માં પડકાર
અમદાવાદ : ઇલેક્ટ્રોથર્મ કંપની સામે NCLTએ મહત્વનો આદેશ કર્યો હતો. જેમાં ઇલેક્ટ્રોથર્મમાં સંજય ભંડારીની એડિ. ડાયરેક્ટર તરીકે નિમણૂક પર NCLTએ રોક લગાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોથર્મ કંપનીના સ્વતંત્ર ડિરેક્ટર્સ દ્વારા કંપની હડપ કરવાના કારસાને નેશનલ કંપની લો ટ્ર્રિબ્યુનલ(NCLT)માં પડકારવામાં આવ્યો હતો. કંપની સામે NCLTએ હુકમ કરી શેર ધારકોના હિતમાં મોટી રાહત આપી હતી. સંજય ભંડારીની વિશ્વસનીયતા, યોગ્યતા અને પાત્રતા સામે પણ NCLTએ સવાલ ઉઠાવાયા હતા અને સંજય ભંડારીની નિયુક્તિ પર 17 માર્ચ સુધી રોક લગાવી દીધી છે.
આ પણ વાંચો - GST છેતરપિંડી કેસમાં સીએ અને એક મહિલા સહિત 12ની ધરપકડ
ઇલેક્ટ્રોથર્મમાં GSTની રેડ
ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં તાજેતરના GSTના દરોડા અને રૂપિયા 451 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ બાદ મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ભંડારીના ઇશારે ગેરકાયદેસર રીતે સંજય ભંડારીને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન અપાવવાની હિલચાલને NCLT સમક્ષ પડકારાઇ હતી.
આ પણ વાંચો - સામાન્ય કારણથી GST વિભાગ બેન્કખાતું ટાંચમાં ન લઇ શકે, વેપારીની અપીલ પર ગુજરાત હાઇકોર્ટનો આદેશ