આ અંગે વિશેષ માહતી આપતા જ્યોતિષાચાર્ય રીતેશભાઈ શાસ્ત્રીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રી માતાજીની આરાધના કરવા માટે ભક્તો માટે શ્રેષ્ઠ સમય મનાય છે. નવ દિવસ માતાજીની આરાધના કરવામાં આવે છે અને ખુબ જ ભક્તિભાવથી ભક્તો પૂજા પાઠ વગેરે કરે છે. રેવતી નક્ષત્રના આ પાવન પર્વ ભક્ત વર્ગ માટે શ્રેષ્ઠ સમય મનાય છે. ભગવાન રામે રાવણ પર વિજય મેળવવા માટે નવ દિવસ માતાજીની આરાધના કરી હતી. સવારે વહેલા ઉઠી સ્નાન કરી જવારા રોપણ કરવું, કળશ સ્થાપન કરવું, માતાજીની પૂજા કરવી, બ્રાહ્મણ બોલાવી હવન પૂજાપાઠ કરવા.
નવ અલગ-અલગ માતાજીના સ્વરૂપોની પૂજા એટલે નવરાત્રી અને આ પાવન અવસરે માતાજીના પૂજાપાઠ કરવાનું અનેરું મહત્વ હોય છે અને સાથે સાથે રામનવમી અને સ્વામિનારાયણ જયંતિ પર્વ પણ આવે છે. જેથી આ વર્ષ અનેરું અને અત્યંત લાભદાયી રહેશે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો ગાયત્રી અનુષ્ઠાન કરે છે, તો કેટલાક ભક્તો મૌન વ્રત લે છે, આમ અનેક પ્રકારે શક્તિની આરાધના કરીને ભકતો માતાજીના ભક્તિ કરે છે.