નોટબંધી વિશે વાતચીત કરતા સિદ્ધુએ કહ્યું કે, નોટબંધીમાં બેંકોની બહાર જે લાઈન લાગી હતી તેમાં અંબાણી કે અદાણી નહીં પરંતુ સામાન્ય પ્રજા લાઇનમાં ઉભી હતી. પેટમાં કાંઈ જ નથી પણ મોદી સરકાર લોકો પાસેથી યોગા કરાવે છે. સિદ્ધુએ વધુમાં કહ્યું કે, ખિસ્સામાં પૈસા નથી અને સરકાર ખાતા ખોલાવે છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે, સરકાર શહીદોના નામે પણ રાજકારણ રમી રહી છે અને વડાપ્રધાન શહીદોના નામે જે વોટ માંગી રહ્યા છે એ ખરેખર શરમજનક બાબત છે.
અમદાવાદ કોંગ્રેસી ઉમેદવાર રાજુ પરમારના પ્રચાર માટે આવેલા સિદ્ધુએ પોતાને જન્મથી જ કોંગ્રેસી ગણાવ્યો હતો. ભાજપ સરકાર પંજાબમાં તસ્કરો અને ડાકુઓ સાથે મળી હોવાથી તેમણે છેડો ફાડ્યો હોવાની કબૂલાત કરી હતી.