ETV Bharat / state

નડિયાદની દિકરી વેકેશનમાં ફરવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારોની મુલાકાતે પહોંચી

author img

By

Published : May 11, 2022, 9:02 PM IST

નડિયાદની વિધિ જાદવ(Nadiad vidhi Jadav) રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ સૈનિકોના પરિવારોની મુલાકાતે છે. 19 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર જવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારો વચ્ચે જઈ તેમના દુ:ખને હળવું કરે છે. વિધિ જાદવે અત્યાર સુધી 160 થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.

નડિયાદની દિકરી વેકેશનમાં ફરવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારોની મુલાકાતે પહોંચી
નડિયાદની દિકરી વેકેશનમાં ફરવાના બદલે દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારોની મુલાકાતે પહોંચી

અમદાવાદઃ નડીયાદની વિધિ જાદવ ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી(Nadiad Vidhi Jadav visits the families) બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે. પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો. નડિયાદની વિધિ જાદવ હાલ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાતે છે.

વિધિ જાદવ
વિધિ જાદવ

વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ - વિધિ જાદવે અત્યાર સુધી 160 થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે. પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના (soldiers who were martyred for the country)સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે.આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે. 19 વર્ષીય વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશના માટે શહીદ થયેલા જુવાનના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે.

વિધિ જાદવ
વિધિ જાદવ

આ પણ વાંચોઃ આ બાપનો આત્મા પણ કહેતો હશે, "દિકર્યું તને સૌ સૌ સલામ"

શહિદ થયેલા સૈનિકોના પરિવારોની હાલ મુલાકાત - આ દિકરી સંવેદના તથા માનવતાના આ મિશન પર દિલ્હી-પંજાબ-હરિયાણા-ઉત્તરાખંડ-રાજસ્થાનના શહિદ થયેલા સૈનિકોના પરિવારોની હાલ મુલાકાત લઈ રહી છે. શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મિયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે.વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી હતી. વિધિ આ તમામ પરિવારો માટે ગુજરાતી ફરસાણ પણ લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ Martyr's Memorial in Gujarat : શહીદોના સ્મારક બનાવવા મહારાષ્ટ્રના વ્યક્તિએ કરી અનોખી પહેલ

1999 માં શહિદ થયેલા સૈનિકોના પરિવારો સાથે મુલાકાત - નવી દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલ કારગીલ વિજયી કોલોનીમાં રહેતા કારગીલ યુદ્ધ 1999 માં શહિદ થયેલા સૈનિકોના પરિવારોની પણ વિધિ એ મુલાકાત લીધી હતી. વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જોઈએ. દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે, નડિયાદની આ દીકરીને.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.