અમદાવાદ:દેશની કોમી એકતા અને અખંડતા તોડવા માટે કેટલાક સાંપ્રદાયિક તત્વો કોઈને કોઈ કારણ થકી માહોલ બગાડવાનું અને વેરઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે, તેના વચ્ચે અમદાવાદના ખાનપુરમાં AIUTC અને LIA રિલીફ ટ્રસ્ટના લોકો દ્વારા 75 વર્ષીય મહિલાનું અંતિમ સંસ્કાર કર્ઉયું હતું.
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં મંદાકિની ત્રિપાઠી નામના 75 વર્ષીય વૃદ્ધા એકલા રહેતા હતા અને વહેલી સવારે ઘરમાં પડી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
સ્થાનિક લોકોએ મંદાકિની બેનના પરિવારજનો અંગે તપાસ કરાવી પરંતુ અહીં કોઈ રહેતું ન હોવાના કારણે તેમના દૂરના સબંધી સાથે મળીને સ્થાનિક મુસ્લિમ યુવકો દ્વારા તેમનું હિન્દુ રીતરિવાજ સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, કોરોના સમયમાં ઘણા હિન્દુ સમુદાયના લોકો દ્વારા પણ મુસ્લિમ સમુદાયના મૃતકનું વિધિવત રીતે દફનવિધિ કરવામાં આવી છે. સમુદાય, જાતિ અને ધર્મ છોડીને માણસ કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે આ પ્રકારની ઘટના દેશની આત્માને જોડે છે.