વ્યવસાયે ફેશન ડિઝાઈનર નુપુર બારોટે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઘણા લોકો પેજન્ટ સ્પર્ધા અને મોડલિંગને એક-સમાન સમજે છે. પરંતુ તેમ નથી. આ બંને અલગ અલગ વસ્તુઓ છે. મોડલિંગમાં વધારે પડતું આઉટફિટનું પ્રદર્શન થાય છે. જ્યારે, પેજન્ટ બ્યુટી સ્પર્ધામાં કોઈપણ મહિલા પોતાનું ટેલેન્ટ અને ગુણકારી સાબિત કરી શકે છે.
ચેન્નાઈમાં યોજાયેલી સ્પર્ધામાં પંજાબ, કર્ણાટક સહિત અન્ય રાજ્યોના મિસિસ ઈન્ડિયાએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્યુટી સ્પર્ધામાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવાની આશા વ્યકત કરી હતી. આગામી સમયમાં ગુજરાતમાં પણ પરીણીત મહિલાઓ માટે સ્ટેટ લેવલનો પ્લેટફોર્મ ઉભું થાય તેવી આશા વ્યકત કરી હતી.
મિસિસ ઈન્ડિયા બ્યુટી કોન્ટેસ્ટ 2019 સુધીની સફર
વ્યવસાયે ફેશન ડિઝાઈનર નુપુર બારોટને તેમના મિત્રો થકી બ્યુટી કોન્ટેસ્ટની જાણ થઈ હતી અને ત્યારબાદ ઓડિશનમાં પંસદગી પામતા મિસિસ ઈન્ડિયા બ્યુટી પેજન્ટ સ્પર્ધામાં તક મળી હતી. આ સ્પર્ધા વિશે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, બધાને પ્રશ્નો કરવામાં આવ્યા હતા કે તમે તમારા બાળકને ભવિષ્યમાં શું બનાવવા માંગશો ડોક્ટર, એન્જીનિયર સહિતના વિકલ્પ આપવામાં આવ્યા હતાં, ત્યારે સવાલના જવાબમાં કારર્કીદીનો નિર્ણય બાળકે પોતાની રીતે લેવું જોઈએ એવો જવાબ આપ્યો હતો. જેની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી.
સકસેસ પાછળ લાઈફ પાર્ટનરનો સ્પોર્ટ
લગ્ન બે વ્યકિત વચ્ચેના પારસ્પરિક સંબંધ હોય છે. જેમ દરેક સફળ પુરુષ પાછળ મહિલા જવાબદાર હોય છે તેવી જ રીતે દરેક સફળ મહિલા પાછળ તેના પતિ અને પરિવારજનોનો સ્પોર્ટ ખુબ જ જરૂરી છે. પરિવારીક સપોર્ટથી જ કોમ્પીટીશનમાં રનરઅપ સુધી પહોંચ્યા હોવાની કબુલાત કરી હતી.