અમદાવાદ : હિન્દુ ધર્મની અંદર ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. કહેવાય છે કે ગાયના શરીરની અંદર 33 કરોડ દેવિ દેવતાઓનો વાસ હોય છે. ગાયનું દૂધ એક અમૃત સમાન માનવામાં આવે છે. ત્યારે અમદાવાદના એક વેપારી દ્વારા ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી અલગ અલગ 150 જાતની વસ્તુઓ તૈયાર કરવામાં આવી છે. જેના કારણે તેમના મુખ્ય ઉદ્દેશ છે કે પ્રકૃતિનું સંવર્ધન કરવું.
![Gir Cow Important](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-08-2023/gj-ahd-01-gir-gay-product-video-story-7210819_20082023092606_2008f_1692503766_708.jpg)
ગાયને બચાવવી હશે તો ગાયમાંથી તૈયાર થયેલી વસ્તુઓનો ઉપયોગ કરવો પડશે. ગાયનું જેટલું મહત્વ રહેલું છે તેટલું જ મહત્વ તેના મૂત્ર અને તેના ગોબરનું રહેલું છે. ગાયનું સંવર્ધન કરવું પણ ખૂબ જ જરૂરી બની ગયું છે, તેથી તેમાંથી તૈયાર થતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી પ્રકૃતિનો સંવર્ધન થશે. સાથે સાથે પોતાના ઘરની અંદર પણ એક નવી ઉર્જા ઉત્પન્ન થશે. આજના સમયમાં ખાસ કરીને દૂધના ભાવમાં ફેટ પર આધારિત નક્કી કરવામાં આવે છે. જેના કારણે ગીર ગાયનું મહત્વ ઘટી ગયું છે તેની ઉપયોગીતા પણ ઘટી ગઈ છે. પરંતુ આપણે હિન્દુ ધર્મમાં ગાયની અંદર 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ જોવા મળતો હોય છે. - મનોજ સંઘવી
ગાયના ગૌમુત્ર અને ગોબરથી થાય છે અનેક ફાયદા : એક સમય એવો હતો કે, ગીર ગાયને બ્રાઝિલ મોકલવામાં આવી હતી પરંતુ આ જ તેને પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. ગાયનું સંવર્ધન થાય અને ગાયને વસ્તુઓનું પણ વધુમાં વધુ લોકો ઉપયોગ કરે તે માટે ગાયના ગોબર તેમજ ગૌમુત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવી રહી છે. મુખ્ય ઉદ્દેશ છે કે લોકો વધુમાં વધુ ઉપયોગ કરે જે શરીર માટે અને પોતાના ઘર માટે ખૂબ જ ઉપયોગી હોય છે.
![Gir Cow Important](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-08-2023/gj-ahd-01-gir-gay-product-video-story-7210819_20082023092606_2008f_1692503766_117.jpg)
150થી વધારે પ્રકારીની વસ્તુઓ બનાવવામાં આવે છે : મનોજ સંઘવી દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ આશ્રમના ગૌશાળા માંથી ગાયના ગોબર તેમજ ગૌમુત્રમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. થોડા દિવસો બાદ રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે છ પ્રકારની અલગ અલગ પ્રકારની રાખડીઓ તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ ગણપતિનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ઉપયોગ કરવાની જાહેરાત કરતા હોય છે. તેમના દ્વારા ત્રણ ફૂટ જેટલી ગાયના ગોબર તેમજ માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મુર્તી પણ તૈયાર કરવામાં આવી છે. ગણપતિના વિસર્જન બાદ તેને ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત તેમને અનેક પ્રકારના તોરણ અને ટોડલા વગેરે ગાયના ગોબરમાંથી તૈયાર કર્યા છે, જે ઘરને સુશોભિતમાં ખૂબ જ સુંદર રીતે ઉપયોગમાં લઈ શકાય છે.