ETV Bharat / state

Monsoon Gujarat 2022: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, આજે આ જિલ્લામાં થશે 'મેઘમંડાણ' - Navsari heavy rain

ગુજરાતમાં વરસાદી માહોલ(Monsoon Gujarat 2022 ) જામ્યો છે. સૌથી વધારે વરસાદ નવસારીમાં (Navsari heavy rain)61MM નોંધાયો છે. આગામી 4 જુલાઇથી 8 જુલાઈ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે. આ દિવસોમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસવાની આગાહી કરવમાં આવી છે.

Monsoon Gujarat 2022
Monsoon Gujarat 2022
author img

By

Published : Jul 4, 2022, 1:05 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ( Universal rainfall in Saurashtra)વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ (Monsoon Gujarat 2022 ) નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હજી વરસાદની( Rain In Gujarat 2022)ઘટ જોવા મળી છે.

ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 14.72 ટકા વરસાદ - સૌથી વધારે વરસાદ નવસારીમાં (Navsari heavy rain)61MM નોંધાયો છે. સોમવારે સવાર સુધીમાં 24 કલાક દરમિયાન રાજ્યના 23 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે બે તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણાના સતલાસણમાં 60 MM, સાબરકાંઠાના વડાલીમાં 45 MM, માંગરોળમાં 41 MM, સુરતના માંડવીમાં 39 MM, વિજયનગરમાં 38 MM, મહીસાગરના વિરપુરમાં 38 MM વરસાદ પડ્યો છે. રવિવારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rain) નોંધાયો હતો. ગુજરાતના 31 જિલ્લામાં રવિવારે વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો 14.72 ટકા વરસાદ (Gujarat average rainfall)ખાબકી ગયો છે.

આગામી દિવસોમાં વરસાદ - આગામી 4 જુલાઇના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ (Rainfall in Surat)ની આગાહી છે. આગામી 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તેમજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે તથા વલસાડ તથા નવસારીમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તેમજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે.

વરસાદ
વરસાદ

અમદાવાદમાં વરસાદની શક્યતા - હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે, અમદાવાદમાં મંગળવારથી સારા વરસાદની વરસવાની શક્યતા છે. વરસાદી આંકડા પ્રમાણે, હજુ સુધી અમદાવાદ શહેરમાં 1.33 ઈંચ સાથે મોસમનો માત્ર 4.27 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં બે ઈંચ સાથે મોસમનો માત્ર 7.39 ટકા વરસાદ નોંધાયો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો, ગત વર્ષે 3 જુલાઇ સુધીમાં અમદાવાદ શહેરમાં 5.31 ઈંચ સાથે મોસમનો 16 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચોઃ વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

જળાશયોમાં પાણીની આવક - ગુજરાતમાં સીઝનનો ચાર ઈંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના જળાશયોમાં વાપરવાલાયક પાણીનો જથ્થો વધીને 33.40 ટકા થયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો હોવાથીજળાશયોમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ અત્યારસુધીમાં બે ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે, જળાશયોમાં પણ હવે નવા નીરની આવક થવાથી પાણીના જથ્થામાં વધારો થયો છે. હાલ માત્ર 11 ટકા જેટલો પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 42.22 ટકા, જ્યારે સૌરાષ્ટ્રમાં 24.09 ટકા પાણીનો જથ્થો છે.

આ પણ વાંચોઃ Rain in Borsad: મહિલા મામલતદારે 'નારી તું નારાયણી'નું ઉદાહરણ પાડ્યું પૂરું

આગામી 4 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ - ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત બનાસકાંઠામાં હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે NDRFના 25 સભ્યની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેમાં NDRFટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાનાં કટિંગ મશીનો સહિતનાં સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.