અમદાવાદ: ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં શોક ઠરાવ બાદ મ્યુનિસિપલ ભાજપના નેતા અમિત શાહના બોલવા ઊભા થયા હતા અમિત શાહે કહ્યું હતું કે બહુ દુઃખની વાત છે કે જે મંચ પરથી દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને ગોળી મારી દેવાની વાત કરવામાં આવે છે. તેવા મંચ પર આ ગ્રુપના સભ્યો છે. એના વિરોધમાં ગયા હતા. આટલું બોલતા જ ભાજપના સભ્યો ઉભા થઈ હાથમાં વી સપોર્ટ છે. એના બેનર લઈ ઊભા થયા હતા. જ્યારે ઈમરાન ખેડાવાલા બોલવા જતા બન્ને પક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના સભ્યોએ ભાજપના સભ્યોના હાથમાંથી કાગળો ફાડી નાખ્યા હતા. જેને લઇને મામલો વણસ્યો હતો. તે દરમિયાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, મેં કોઈ જ નથી આપી અને ત્યાં હું માત્ર લોકશાહી બચાવોના નારા જ લગાવ્યા છે.
આ સભા દરમિયાન ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા એ પૂર્વ મેયર અમિત શાહને નોટિસ ફટકારી છે. જેમાં ઈમરાન ખેડાવાલાએ શાહીનબાગમાં વિવાદિત નિવેદન કર્યા હોવાનું આક્ષેપ લગાવવામાં આવ્યો છે. માન હાનિ થાય તેવા નિવેદન કરવા બદલ તેમને નોટિસ ફટકારી છે.
જ્યારે બીજી તરફ અમિત શાહે જણાવ્યું હતું કે, મને હાલ કોઈ નોટીસ મળી નથી. અને હું મારી વાત નહીં વળગી રહ્યો છું. મારું નિવેદન સભાની મિનિટમાં પણ નોંધાયું છે. ઈમરાન ખેડાવાલા પોતે નથી બોલ્યા પણ ત્યાંથી આવું બોલાતું હતું. ત્યાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ કહ્યું છે ઇમરાન ભાઈને 20,000 થી વધુ હિન્દુઓએ મત આપ્યા છે. તેઓ ફક્ત મુસ્લિમોના પ્રતિનિધિ નથી. શું તેઓ પોતાના હિંદુ મતદારોને પૂછીને ગયાં હતાં. આવો સવાલ અમિત શાહે ઈમરાન ખેડાવાલાને પૂછ્યો છે.