- એસ્ટેટ બ્રોકર ગુમ થવા મામલે નવા ખુલાસા સામે આવ્યા
- IAS અને IPSના કરોડો રૂપિયાનું રોકાણ સામે આવ્યા
- અશેષની કાર જ્યાંથી બિનવારસી હાલતમાં મળી આવી
અમદાવાદ : એસ્ટેટ બ્રોકર ગુમ થવા મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. સાઉથ બોપલની રિયલ એસ્ટેટની અનેક મોટી સ્કીમોમાં બિલ્ડર તથા રોકાણકારો વચ્ચેની કડી બનેલા દલાલ અશેષ અગ્રવાલ અચાનક ગુમ થવાની ઘટના બની છે. જેને લઈને ચિંતાગ્રસ્ત પરિવાર તેમની શોધખોળ માટે પોલીસની મદદ લઈ રહ્યો છે. ત્યારે અશેષ અગ્રવાલના બે મોબાઇલ સિવાય 3 સીમકાર્ડ પોલીસને હાથે લાગ્યા.
આ પણ વાંચો : અમદાવાદ: બોપલના એસ્ટેટ બ્રોકર ભેદી સંજોગમાં ગુમ
IAS અને IPSના કરોડો રૂપિયાનું રોકાણ થયુ હોવાનું ખુલ્યું
પોલીસે સીમકાર્ડના કોલ ડિટેઈલના આધારે તપાસ શરૂ કરી હતી. કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી અશેષ ભાંગી ગયો હોવાનું પોલીસને શંકા છે. બ્રોકર અશેષ અગ્રવાલ સાથે રોકાણકારોમાં IAS અને IPSના કરોડો રૂપિયાનું રોકાણ થયુ હોવાનું ખુલવા પામ્યું છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોક્સી ગુમ
CCTVના આધારે પોલીસે તાપસ શરૂ કરી
આ મામલે પોલીસે અશેષની કાર જ્યાંથી બિનવારસી હાલતમાં મળી ત્યાંના આજુબાજીમુના CCTVના આધારે પોલીસે હાલ તાપસ શરૂ કરી છે. ત્યારે આગામી સમયમાં વધુ નવા ખુલાસા થઈ શકે તેમ છે.