અમદાવાદઃ દેશમાં અને વિશ્વમાં કોરોનાની મહામારીથી તમામ લોકો ઝઝૂમી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં આજે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલા 35 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર પૈકી 6 જેટલા વિસ્તારોને હાલ હજી પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત 30 વિસ્તારોને આજથી કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે શહેરમાં કુલ 36 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોનો સમાવેશ થયો છે.
અમદાવાદ શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંઓની સમીક્ષા માટેની બેઠક આજ રોજ અધિક મુખ્ય સચિવ ડૉ.રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષસ્થાને રીવરફ્રન્ટ હાઉસ ખાતે મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર તથા વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, હેલ્થના ડે.મ્યુનિસિપલ કમિશનર, આરોગ્ય અધિકારી વિગેરે હાજર રહ્યા હતા.
જે મીટિંગમાં વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કર્યા બાદ આજે વિસ્તૃત ચર્ચા વિચારણાને અંતે અમદાવાદ શહેરના અગાઉ જાહેર કરવામાં આવેલા 35 માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર પૈકી 6 જેટલા વિસ્તારોને હાલ હજી પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલુ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 30 વિસ્તારોને આજથી કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. એટલે કે શહેરમાં કુલ 36 માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોનો સમાવેશ થયેલો છે.
જો.કે મધ્ય ઝોનમાં આવેલા કોટ વિસ્તારો અનેક વિસ્તારો માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં આવતા હતા. જેને કારણકે રથયાત્રા નીકળવાને લઈ અસમંજસ ચાલી રહી હતી આખરે હાઇકોર્ટેમાં PILપણ થઈ છે, ત્યારે હવે શું નવો નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું છે.