ETV Bharat / state

અમદાવાદ: શાળામાં પરિક્ષા ન લેવા મામલે પ્રિન્સિપાલને મળ્યા ધમકી ભર્યા મેસેજ - પરિક્ષા ન લેવા મામલે પ્રિન્સિપાલને ધમકી ભર્યા મેસેજ

અમદાવાદ શહેરની આનંદ નિકેતન સ્કૂલમાં પરીક્ષા રદ્દ કરવા ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. જેમાં સ્કૂલ તરફથી પરીક્ષા લેવામાં આવશે તો સ્કૂલની વિદ્યાર્થીઓના ફોટા મોર્ફ કરી બિભત્સ બનાવી વાઇરલ થશે, તેવો ધમકી ભર્યો ઈમેલ આવ્યાના 20 દિવસ બાદ શાળાના સંચાલકોએ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધ્યો હતો. જે બાદ સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.

Ahmedabad
અમદાવાદ
author img

By

Published : Oct 3, 2020, 7:28 AM IST

અમદાવાદ: શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના પ્રિન્સિપાલ બીનું થોમસે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, કોરોનાને કારણે ઓનલાઇન ભણાવવામાં આવે છે. ગત્ત 20મી ઓગસ્ટે વિદ્યાર્થીઓના નંબર પર વાર્ષિક પરીક્ષાનું ટાઈમટેબલ મૂકવામાં આવ્યું હતું. જે બાદમાં 9 સપ્ટેમ્બરે સ્કૂલના એકેડેમિક હેડ મોનિકા નંદા ઉપર એક ઇમેલ આવ્યો હતો કે, ધોરણ 8 થી 12 ઓનલાઇન પરીક્ષા રદ કરો. પહેલા ઇ મેઇલમાં વોર્નીગ આપ્યા બાદ બીજો મેઈલ કર્યો કે, આ માંગણી નહીં સ્વીકારો તો હું તમારી કેટલીક વિદ્યાર્થીઓના બિભત્સ પિક્ચર અને શરમજનક લખાણો લીક કરી દઈશ. ત્યાર બાદ સ્કૂલની છ વિદ્યાર્થીની નામ જોગ ઇ મેઈલ કરી ધમકી આપી કે, આ લોકો ફોટો મોર્ફ કરી બિભત્સ ફોટો બનાવી વાયરલ કરી દઈશ.

અમદાવાદ : સ્કૂલમાં પરિક્ષા ન લેવા મામલે પ્રિન્સિપાલને મળ્યા ધમકી ભર્યા મેસેજ
આ પ્રકારે અલગ અલગ 5 થી વધુ ઇ મેઈલમાં ધમકી મળતાં સ્કૂલ તરફથી પ્રિન્સિપાલે વાલીઓ સાથે મીટીંગ બોલાવી હતી. જેમાં ઇ મેઈલમાં લખેલ વિદ્યાથીઓના નામના વાલીઓને બોલાવી પરીક્ષા લેવા મંજૂરી માગી હતી. જોકે, વાલીઓ સહમતી ન આપતા પરીક્ષા રદ્દ કરીને વાલીઓના દબાણ બાદ 20 દિવસ પછી ફરિયાદ દાખલ કરાવી હતી.ઉલ્લેખનીય છે કે, આનંદ નિકેતન સ્કૂલમાં આઇપીએસ કક્ષાના અધિકારીથી લઈ નામાંકિન લોકોના બાળકો અભ્યાસ કરે છે. જેથી પરીક્ષા રદ્દ કરવા બાબતે સ્કૂલમાં મળેલા ધમકી ભર્યા ઇ મેઈલ મામલે સાયબર ક્રાઈમે સ્કૂલમાં જઈ તપાસ શરૂ કરી છે અને ઈમેલ કરનારા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.