ETV Bharat / state

સોમવારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પેટા ચૂંટણીઓને લઈને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સોમવારે 5 ઓક્ટોબરે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં તેમજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાશે.

bjp meeting
bjp meeting
author img

By

Published : Oct 4, 2020, 6:26 PM IST

Updated : Oct 4, 2020, 7:01 PM IST

અમદાવાદ: સોમવારે ભાજપના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ગાંધીનગર ખાતે રાજ્યની આઠ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી અંતર્ગત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે.

પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તેમજ પેટાચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વિવિધ મોરચાના પ્રદેશ અધ્યક્ષો અને મહામંત્રીઓ સાથે બેઠક યોજાશે. આ બેઠકમાં પ્રદેશ ભાજપાના યુવા, મહિલા, અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, બક્ષીપંચ, કિસાન અને લઘુમતી એમ સાતેય મોરચાના પ્રદેશ અધ્યક્ષો અને મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત સોમવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'કૃષિ સુધારાઓ થકી આત્મનિર્ભર ખેડૂત' વિષય ઉપર સંબોધન કરશે. આ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે. આ વીડિયો કોન્ફરન્સ દ્વારા થનારા સંબોધનનું ભાજપના ગુજરતના સોશિયલ મીડિયા પેજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.

Last Updated : Oct 4, 2020, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.