અમદાવાદ: હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટના સેક્શન 28 મુજબ 8મી જુલાઈ 2019ના રોજ પરિપત્ર બહાર પાડી કોલેજ ઓફ ફિઝિશિયન અને સર્જરીને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા રદ કરાયેલા 17 કોર્સને રાજ્ય સરકાર દ્વારા ઠરાવ પસાર કરી માન્ય કરી દીધા છે. હાઈકોર્ટમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટની સેકશન 28ને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે. હાઈકોર્ટમાં દાખલ થયેલી રિટમાં રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોમાં કોર્સને લઈને જે જાહેરાત કરવામાં આવી છે, તેવા 4 પરિપત્રને રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં ડિપ્લોમાં કે, અન્ય કોર્સને માન્યતા આપવી કે રદ કરવાની સતા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા પાસે હોવાની રજુઆત કરવામાં આવી હતી.
પીટીશનમાં દલીલ કરવામાં આવી છે કે, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ સેક્શન 28 કે જેના આધારે રાજ્ય સરકારને મુંબઈ સ્થિત કોલેજ ઓફ ફિઝિક્સ અને સર્જરીમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ 2009માં ઠરાવ પસાર કરી રદ કરાયેલા 17 કોર્સને રાજ્ય સરકાર 2019માં પરિપત્ર બહાર પાડી માન્યતા આપવામાં આવી હતી. ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956ના સેક્શન 10A અને ગજુરાત મેડિકલ કાઉન્સિલ એક્ટની સેક્શન 28 બંને એકબીજાના વિરોધાભાષી હોવાથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટની સેક્શન 28ને હાઈકોર્ટમાં પડકારવામાં આવી છે.