અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium )પર IPL-2022 ની ક્વોલિફાયર-02 મેચ રમાઈ રહી છે. ક્વોલિફાયર-02 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(Royal Challenger Bangalore) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)વચ્ચે યોજાઈ રહી છે. લગભગ દોઢ વર્ષ બાદ આ સ્ટેડિયમ પર પ્રેક્ષકો સાથે મેચ યોજાઈ રહી છે. જેમાં પ્રેક્ષકોના મત પ્રમાણે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઇનલમાં પહોંચવા ફેવરિટ છે.
180 થી 200 રનની અપેક્ષા - નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ લો સ્કોરિંગ રહી છે. પરંતુ પ્રેક્ષકો આશા રાખી રહ્યા છે કે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 180 થી 200 રનનો ટાર્ગેટ ચેઝ કરનાર (IPL 2022)ટીમને આપશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં વિરાટ કોહલી, ફાફ ડયુ પ્લેસીસ પ્લેસીસ જેવા સારા બેટ્સમેન છે. જો પીચ બોલર માટે અનુકૂળ રહી તો રાજસ્થાન રોયલ્સના બોલર્સ પાસે સારો મોકો હશે, ખાસ કરીને અશ્વિન પાસે.
આ પણ વાંચોઃ IPLની ફાઈનલ મેચ જોવા જવાના છો? તો આ રસ્તેથી ન જતા નહીં તો થશો હેરાન
હજારો પ્રેક્ષકો મેચ જોવા ઉમટ્યા - અમદાવાદની કાળઝાળ ગરમીમાં સાંજે હજારો પ્રેક્ષકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા ઉમટી પડ્યા છે. જો કે 29 મેં ના રોજ રવિવારે યોજાનારી ફાઇનલ મેચ જોવા આના કરતાં પણ વધુ પ્રેક્ષકો ઊમટે તેવી શક્યતા છે. અમદાવાદ ઉપરાંત ગુજરાતના જિલ્લાઓ અને બહારના રાજ્યોમાંથી પણ પ્રેક્ષકો પોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા છે. જેઓએ પોતાના ફેસ પર પોતાની ટીમ અને ખેલાડીને સપોર્ટ કરતા ટેટુ કરાવ્યા છે. ગુજરાત ટાઈટન્સ અને RCB ટીમની ટી-શર્ટની માંગ પણ વધુ છે.
આ પણ વાંચોઃ IPL 2022 : ફાઇનલમાં ગુજરાત ટાઈટન્સ સામે આ ટીમ ટકરાશે તેવી પ્રેક્ષકોને આશા
IPL-2 ને લઈને વ્યવસ્થાઓ - આઇપીએલની બે મેચને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમ તરફ જતો મુખ્ય રસ્તો વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. પેઈડ પાર્કિંગ માટે અલગ-અલગ પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ બસ મૂકવામાં આવી છે. ઉપરાંત સ્ટેડિયમ પર પણ જુદી-જુદી ટીમના મોટા બેનર્સ લગાવવામાં આવ્યા છે.