ETV Bharat / state

Ahemdabad: ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને થઈ ફરાર - The 24-year-old's wife fled with her underage lover

અમદાવાદમાં ફિલ્મ સ્ટોરી જેવો એક કિસ્સો સામે આવ્યો છે. જ્યારે 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ફરાર થઇ હતી. જ્યારે સગીર ગુમ થતા મણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો.

Ahemdabad: ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને થઈ ફરાર

author img

By

Published : Jun 27, 2021, 11:30 AM IST

  • 24 વર્ષની પરિણીતા સગીર પ્રેમીને લઈ થઈ ફરાર
  • પતિ સાથે અણબનાવ થતા પ્રેમી સગીર સાથે ભાગી મહિલા
  • પ્રેમી પંખીડાને પકડી પાડતા અનેક ખુલાસા

અમદાવાદઃ શહેરમાં અત્યાર સુધીમાં અંગત અદાવતમાં અપહરણ થતા હતા. જ્યારે ફિલ્મી સ્ટોરી જેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હતી. જોકે ગણતરીના દિવસોમાં બને પ્રેમી પંખીડાને પકડી લાવામાં આવ્યા હતા અને ખુલાસા થયા હતા. પતિ સાથે અણ બનાવ થતા પ્રમી સગીરને લઇને ભાગી ગઇ હતી.

આ પણ વાંચોઃ Rape case in Jamnagar : યુવતીનું અપહરણ-દુષ્કર્મ કરનારા પાંખડી સાધુને પોલીસે ઝડપી પાડ્યો

શું છે સમગ્ર મામલો ?

24 વર્ષની ત્રણ બાળકોની માતા સગીર પ્રેમીને લઈને ભાગી ગઈ હતી જે મહિલા ત્રણ સંતાનોની માતા છે. તાજેતરમાં થોડા દિવસ પહેલા તેના ઘરેથી નીકળી મણિનગર(Maninagar) વિસ્તાર માં આવી અને થોડા સમય પહેલા તે જે સગીરના પ્રેમમાં પડી હતી. તેને મળી બાદમાં તે આ સગીરને લઈને ભાગી ગઈ હતી. જ્યારે સગીર ગુમ થતા મણિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. બીજીતરફ ખોખરામાં પણ આ મહિલા ગુમ થઈ હોવાની ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચોઃ પ્રેમ લગ્નની અદાવતમાં યુવતીના ભાઈએ દંપતિનું અપહરણ કર્યું, પોલીસે છુટકારો અપાવ્યો

પ્રેમીપંખીડાની ધરપકડ

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, મહિલા સગીરને લઈ એસટી બસ મારફતે સંતરામપુર પહોંચ્યા હતા. 340 રૂપિયા લઈને નીકળેલા આ પ્રેમી પંખીડા પાસે વધુ રૂપિયા ન હોવાથી ત્યાં જઈ મોબાઈલ ફોન વેચી 540 રૂપિયા મેળવ્યા હતા. એક જ કિટલી પર દિવસમાં બે ત્રણ વાર ચા પીવા આવતા હોવાની બાતમી મળતા બંનેની ભાળ મેળવી હતી. બંને ત્યાં કોઈ ઘરે કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

લગન કરવાનો મહિલાને પસ્તાવો

નાની ઉંમરે લગ્ન કરી મહિલા તો પસ્તાઈ પરંતુ બાદમાં અન્ય સગીર સાથે પ્રેમ કરવાનું પણ ભારે પડ્યું હતુ. તમામ બાબતોને લઈને પોલીસે મેડિકલ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કરી આ ગુનાની તપાસ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.