આ મુદે વાતચીત કરતા કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે મેરીટાઈમ સેન્ટર અને મેરીટાઈમ હેરીટેજ પાર્ક માટે જમીન સંપાદનનું કાર્ય પુરુ થઈ ચુક્યું છે. ગાંધીનગર ગીફટ સિટી બનાવવામાં આવનાર મેટીટાઈમ હેરીટેજ સેન્ટરમાં આ ક્ષેત્રનું ઈતિહાસ, રેપ્લિકા, મેરીટાઈમને લગતા સંશોધન અને પુખવામાંરાવા રા આવશે. વિશ્વભરના લોકો ગુજરાતમાં મેરીટાઈમ પાર્ક અને સેન્ટર જોવા આવે તેવું તૈયાર કરવામાં આવશે.
ગુજરાત જહાજ તોડવાના અને બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલ છે, ત્યારે મેટીટાઈમ હેરીટેજ સેન્ટર શીપ બિલ્ડિંગ અને બ્રેકિંગ કેન્દ્રોને સુવિધા પુરી પાડશે. એટલું જ નહિં મુંન્દ્રા, પીપાવાવ સહિત વિવિધ પોર્ટને વધુ સારી સર્વિસ મળી રહે તેના માટે કેન્દ્ર સરકાર રાજ્યના સહયોગથી આ પ્રોજેક્ટનો આરંભ ટુંક સમયમા કરશે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થઈ ચુક્યું છે અને પ્રોજેક્ટ ડીલ ફાઈનલ થતાં બાંધકામ શરૂ થશે.