અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ રોજગારી લઈને રાજ્ય સરકાર પર આક્રમક પ્રહારો કર્યા છે. તેમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં વહીવટી માળખા મંજૂર જગ્યાઓ 1990ના આધારે વસ્તીની જરૂરિયાત મુજબ અને વર્ષ 2013માં 6.5 કરોડ જનસંખ્યાની જરૂરિયાત પ્રમાણે 10 લાખ કરતા પણ વધુ જગ્યાઓ ખાલી છે.
10 લાખથી વધુ જગ્યા ખાલી: કોંગ્રેસ મુખ્ય પ્રવક્તા મનીષ દોશી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાનો વચન આપ્યું હતું. જે વચન પૂર્ણ કરવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ રહી છે. કેન્દ્રમાં રેલ્વે, ગૃહ,રક્ષા,ઓડિટ, પોસ્ટ, રેવન્યુ સહિત વિભાગમાં 10 લાખથી પણ વધુ જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકારમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં પેપર ફૂટવા સહિતની અનેક પ્રકારનીઓ પણ સામે આવી રહી છે.
ફી પેટે કરોડો વસુલાયા: વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર વિવિધ સરકારી ભરતીની પ્રક્રિયા નામે કરોડ રૂપિયા ફોર્મ ફીના પેટે દેશના બેરોજગાર યુવાનો પાસેથી છેલ્લા 8 વર્ષમાં વસૂલી લેવામાં આવ્યા છે. પરંતુ મોટાભાગની ભરતીઓની પરીક્ષાઓ યોજાઇ નથી. જેની પરીક્ષા લેવામાં આવી છે તેના પરિણામ પણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: Ex Agniveers Reservation: સરકારની ભેટ, BSFમાં ભરતી માટે 10 ટકા અનામત
યુવાનોનું શોષણ: રાજ્યમાં આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટમાં 8 લાખ કરતા પણ વધુ યુવાનો અને યુવતીઓનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. આઉટસોર્સિંગ, કોન્ટ્રાક્ટર અને રોજમદાર સહિતના સરકારી શોષણ પદ્ધતિમાં 5000 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર અને હાઉટસોર્સિંગ એજન્સીઓ કોન્ટ્રાક્ટર રોડ 40 થી 55 ટકાની નાણા ચૂકવી રહ્યા છે. કેન્દ્ર સરકારમાં ખાલી પડેલી જગ્યાઓની વાત કરવામાં આવે તો રેલવેમાં 2.93 લાખ રક્ષા વિભાગમાં 2.64 લાખ ગૃહ વિભાગમાં 1.43 લાખ પોસ્ટમાં 90050 રેવન્યુ 80,243 અને ઓડિટ વિભાગમાં 25,943 જેટલી જગ્યાઓ ખાલી છે.
આ પણ વાંચો: તબીબી અને ઇજનેરી સરકારી કોલેજોમાં ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે સરકારે ગૃહમાં જવાબ આપ્યો, આંકડા જૂઓ
શિક્ષણ વિભાગમાં જગ્યા ખાલી: ઉપરાંત તેમણે જણાવ્યું કે સરકારી અને ગ્રાન્ટેડમાં 55 ટકા પ્રાધ્યાપકોની જગ્યા ખાલી છે. યુનિવર્સિટીમાં 45 ટકાથી પણ વધુ પ્રાથમિક શિક્ષકો અને 65 ટકા લેબોરેટરીની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. જ્યારે ટેકનિકલ શિક્ષણમાં ડિગ્રી એન્જિનિયર માં 45 ટકા અધ્યાપકોની જગ્યા ડિપ્લોમા ઇજનેર 50 ટકા લેબોરેટરી તેમજ વર્કશોપમાં 65 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત જિલ્લા 15 વર્ષથી આર્ટ શિક્ષક, સંગીત શિક્ષક, ફિઝિકલ એજ્યુકેશન શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની પણ ભરતી કરવામાં આવી નથી. માર્ગ અને મકાન વિભાગ, નર્મદા સહિતના વિભાગોમાં પણ મોટાભાગે જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે.