અમદાવાદ: શહેરમાં AMC દ્વારા રાજય સરકારના સહકારી વિભાગના સહયોગથી GMDC મેદાન ખાતે 15 દિવસ માટે ‘કેરી બજાર’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો ઉદ્દેશ્ય લોકડાઉનના લીધે કેરીનું વેચાણ ન કરી શકનારા કેરી ઉત્પાદકો-ખેડૂતોને તેમનો માલ વેચવા સહાય પુરી પાડવાનો હતો. કેરી બજારમાં 15 દિવસ દરમિયાન 6 લાખ કિલો કરતા વધારે કેરીનું વેચાણ થયુ છે. જેનું મૂલ્ય રૂ. 4.5 કરોડ કરતા વધારે છે અને તેનાથી લગભગ 75 હજાર લોકોએ લાભ લીધો છે.
કેરી બજારમાં 15 દિવસમાં 6 લાખ કિલો કરતા વધારે કેરીનું વેચાણ ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો વચ્ચે વહીવટીતંત્ર દ્વારા ‘કેરી બજાર’નું આયોજન કરવા અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા હતા અને AMC વિવાદમાં સપડાયુ હતું. મહત્વનું છે કે, આ મેંગો મેળાનું ઉદ્ઘાટન મેયર બિજલ પટેલે કર્યુ હતું અને તેઓ પણ વિવાદમાં આવ્યાં હતાં. તેમણે આ ઉદ્ઘાટન દરમિન કોરોનાની કામગીરીને લઈને સવાલો ટાળ્યાં હતાં અને કહ્યું હતું કે, હું અહીં માત્ર આ ઈવેન્ટને લઈને જ જવાબ આપીશ.