સમસ્ત બંગાળી સમાજ એસોશિએશનના પ્રમુખ રઉફ બંગાળીએ કહ્યું કે, મમતા સરકારના કાર્યકર્તા ભય અને ગુંડાગીરીની રાજનીતિ કરે છે. હદ તો એ છે કે બંગાળમાં સન્માનીય મનાતી વિધ્યાસાગરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે જે ધણી દુખની વાત છે. આજે 2400 કિમી દુર ગુજરાતમાં સલામતી અનુભવીએ છીએ જ્યારે બંગાળમાં સ્થિતિ હિંસાત્મક છે.
મમતા બેર્નજી પોતાના કાર્યકરતા પર કાબુ રાખે અને હિંસા ફેલાવનાર લોકો સામે પગલા લે. બંગાળમાં હિંસા બાદ ચુંટણી પ્રચાર એક દિવસ પહેલા બંધ કરી દેવાથી ભાજપની નુકસાન થવાનો પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે, લોહીયાળ રાજનીતિ થાય તેના કરતા ચુંટણી પંચનો નિર્ણય વધુ યોગ્ય છે.