ETV Bharat / state

કોરોના: ઘરમાં બે લોકોનું વધારે જમવાનું બનાવી મોકલો, જમાત-એ-ઇસ્લામી જરુરતમંદોને પહોંચાડશે - કોરોના વાયરસ

કોરોના વાઇરસના પોઝિટિવ કેસની વધતી સંખ્યાને લીધે લાગુ કરાયેલા લોકડાઉનને પગલે સૌથી વધુ હેરાનગતિ અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે આવતા પરપ્રાંતિય લોકોને થઈ રહી છે. તેમની મદદ કરવા જમાત-એ-ઇસ્લામી દ્વારા અપીલ કરાઈ છે.

કોરોના : ઘરમાં બે લોકોનું વધારે જમવાનું બનાવી મોકલો, જમાત-એ-ઇસ્લામી જરુરતમંદોને પહોંચાડશે

author img

By

Published : Mar 26, 2020, 8:36 PM IST

અમદાવાદ: કોરોના વાયરસના પોઝિટિવ કેસની વધતી સંખ્યાને લીધે લાગુ કરાયેલા લાંબા લોકડાઉનને પગલે સૌથી વધુ હેરાનગતિ અન્ય રાજ્યોમાંથી કમાવવા આવતા પરપ્રાંતીય લોકો પર પડી રહી છે. જેથી તેમની મદદ કરવા જમાત-એ-ઇસ્લામી દ્વારા અપીલ કરાઈ છે. લોકોને ખાસ કરીને મુસ્લિમ સમાજના યુવાનોને સોયાયટી કે ફ્લેટના ગેટ પાસે નહીં પણ ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ છે.

કોરોના : ઘરમાં બે લોકોનું વધારે જમવાનું બનાવી મોકલો, જમાત-એ-ઇસ્લામી જરુરતમંદોને પહોંચાડશે

અમદાવાદ જમાત-એ- ઇસ્લામી ઇસ્ટના પ્રમુખ વાસિફ હુસેને જણાવ્યું હતું કે કોરોનાને લીધે બધાંને અસર થઈ છે પરંતુ સૌથી વધુ અસર પરપ્રાંતીય લોકોને થઈ છે. વ્યવસાય-ધંધા માટે ગુજરાત આવનારા આ લોકો મોટી સંખ્યામાં હોટેલ કે બહાર જમતા હોય છે અને લૉકડાઉનની પરિસ્થિતિમાં હોટલો બંધ હોવાથી તેમને જમવાની સમસ્યા થાય છે. જેથી જમાત-એ-ઇસ્લામી ઇસ્ટ ગોમતીપુર, બાપુનગર, સહિતના વિસ્તારમાં આર્થિક રીતે સક્ષમ વર્ગને મદદ માટે હાકલ કરી છે કે ઘરમાં બે લોકોનું જમવાનું વધારે બનાવવામાં આવે અને પૂર્વ વિસ્તારમાં 5 સેન્ટરો પર પહોંચાડવામાં આવે. જેથી લોકોને બે સમયનું જમવાનું મળી રહે.

જમાત-એ-ઇસ્લામી તરફે લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી દેશ પ્રત્યે પોતાની ફરજ અદા કરવાની હાકલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.