ETV Bharat / state

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમીટિએ ગાંધીનગરની DPS સ્કૂલને ફટકારી નોટીસ - yash Upadhayay

અમદાવાદઃ અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમીટિએ ડીપીએસ સ્કૂલને નોટીસ ફટકારી દંડનાત્મક પગલા ભરવાની ચિમકી ઉચ્ચારી છે. એફઆરસીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યુ કે, સ્કૂલ દ્વારા નિયમો તોડી ખોટી રીતે એક ટ્રસ્ટના માટે ડોનેશન ઉઘરાવવામાં આવે છે.

DPS સ્કૂલ
author img

By

Published : May 6, 2019, 11:36 AM IST

એટલુ જ નહી વર્ષ 2017-18 અને 2018-19ની વાલીઓએ જે વધારાની ફી ભરી છે તેનુ રિફંડ આપવાના બદલે 2019ના શૈક્ષણિક વર્ષની ફી ભરવા વાલીઓને દબાણ કરાઈ રહ્યું છે. જેથી સ્કૂલની ગેરરીતિ સામે શિક્ષાત્મક પગલા કેમ ન ભરવા તેની સ્પષ્ટતા એફઆરસીએ માગી છે.

એફઆરસીએ નોટીસમાં કહ્યું કે, વાલીઓ સામે દંડાત્મક કાર્યવાહી ના કરવી અને એફઆરસીએ કરેલી ફી ઓર્ડરને ગ્રાહ્ય રાખવાનો સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં 7 વાલીઓની ફરિયાદ મળી કે, ડીપીએસ સ્કૂલ દ્વારા ભોલારામ એજ્યુકેશન ટ્રસ્ટના નામે રૂપિયા 35 હજારનું ડોનેશનલ ઉઘરાવવામાં આવે છે. જોકે આ ટ્રસ્ટ ભાડુઆત હોવાથી તેના નામે કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાય નહી. આ સિવાય અગાઉના વર્ષમાં વાલીઓએ એફઆરસીએ કરેલી ફી ઓર્ડર કરતાં વધુ ફી ભરેલી છે. જેથી વધારાના નાણા વાલીઓને રિફંડ આપવાના થાય અથવા તેને આગળની ફીમાં મજરે આપવાના થાય છે.

તેમ છતાં સ્કૂલ દ્વારા ફી પરત કરવાના બદલે 2019ના શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા વાલીઓને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આમ સ્કૂલે આ પ્રકારની હરકત દ્વારા કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

R_GJ_AMD_01_06_MAY_2019_FRC_KARYAVAHI_DPS_STORY_YASH_UPADHYAY_AMD

ગાંધીનગરની DPS સ્કૂલના ડોનેશન અને ફી ના ઊગરાણા મામલે FRC ની મોટી કાર્યવાહી 

અમદાવાદ ઝોનની ફી નિર્ધારણ કમીટિએ ડીપીએસ સ્કૂલને નોટીસ ફટકારી દંડનાત્મક પગલા ભરવાની ચિમકી ઉચ્ચારી છે. એફઆરસીએ સ્પષ્ટ શબ્દમાં કહ્યુ છે કે, સ્કૂલ દ્વારા નિયમો તોડી ખોટી રીતે એક ટ્રસ્ટના માટે ડોનેશન ઉઘરાવવામાં આવે છે.

એટલુ જ નહી, વર્ષ-૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ની વાલીઓએ જે વધારાની ફી ભરી છે તે રિફંડ અથવા તો મજરે આપવાના બદલે ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષની ફી ભરવા વાલીઓને દબાણ કરાઈ રહ્યું છે. જેથી સ્કૂલની આ ગેરરીતિ સામે શિક્ષાત્મક પગલા કેમ ના ભરવા તેની સ્પષ્ટતા એફઆરસીએ માગી છે.

એફઆરસીએ નોટીસમાં કહ્યું છે કે, વાલીઓ સામે દંડાત્મક કાર્યવાહી ના કરવી અને એફઆરસીએ કરેલ ફી ઓર્ડરને ગ્રાહ્ય રાખવાનો સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં ૭ વાલીઓની ફરિયાદ મળી છે કે, ડીપીએસ સ્કૂલ દ્વારા ભોલારામ એજ્યુકેશન ટ્રસ્ટના નામે રૂ.૩૫ હજારનું ડોનેશનલ ઉઘરાવવામાં આવે છે. જોકે આ ટ્રસ્ટ ભાડુઆત હોવાથી તેના નામે કોઈપણ પ્રકારની ફી ઉઘરાવી શકાય નહી. આ સિવાય અગાઉના વર્ષમાં વાલીઓએ એફઆરસીએ કરેલ ફી ઓર્ડર કરતાં વધુ ફી ભરેલી છે. જેથી એ વધારાના નાણા વાલીઓને રિફંડ આપવાના થાય છે અથવા તો આગળની ફીમાં મજરે આપવાના થાય છે.

તેમ છતાં સ્કૂલ દ્વારા એ ફી પરત કરવાના બદલે ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષના પ્રથમ ક્વાર્ટરની ફી ભરવા વાલીઓને એસએમએસ અને ઈ-મેઈલ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આમ સ્કૂલે આ પ્રકારની હરકત દ્વારા કાયદાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.