હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે ઈ ટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે હિટ નહી થાય, તેણે દિશા બદલી છે, અને તે મહારાષ્ટ્ર તરફ ગયું છે. આવતીકાલે 7 નવેમ્બરના રોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય પવન સાથે વરસાદ આવશે. પણ હાલ ગુજરાત પરથી મહા આફટ ટળી છે.
મહા વાવાઝોડું નહી આવે તે સમાચાર સાંભળતા જ તંત્રએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી એનડીઆરએફ સહિત કોસ્ટ ગાર્ડની ટીમો સજ્જ કરી દેવાઈ હતી. દરિયાના બીચ ખાલી કરી દેવાયા હતા. તમામ પ્રવાસીઓને બીચ પર ફરવા જતાં અટકાવ્યા હતા. પણ હવે ગુજરાતની પ્રજાએ રાહત અનુભવી છે કે વાવાઝોડુ સોમનાથ અને દ્રારિકાધીશના પગ પખાણીને દિશા બદલી નાંખી છે.