ETV Bharat / state

કોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની ખોટ - Passengers canceled tickets

કોરોનાને કારણે અપાયેલા લોકડાઉનમાં પણ ભારતીય રેલવે ચાલુ રહી હતી. કોરોનાને લઈને પશ્ચિમ રેલવેની માલભાડા આવકમાં અને મુસાફરો સહિતની આવકમાં 3400 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જ્યારે ટિકિટ રદ થવાને કારણે 535 કરોડનું રીફંડ મુસાફરોને રેલવે દ્વારા ચુકવવામાં આવ્યું છે.

કોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની નુકસાનીકોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની નુકસાની
કોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની નુકસાની
author img

By

Published : Dec 10, 2020, 9:58 AM IST

  • અમદાવાદ સ્ટેશનથી 100 થી વધુ ટ્રેનો થઈ રહી છે. ઓપરેટ
  • એક ટ્રેનમાં 1200 જેટલા મુસાફરો
  • કોરોનાને કારણે પશ્ચિમ રેલવેની આવકમાં 3400 કરોડની ઘટ

અમદાવાદઃ ભારતીય અર્થતંત્રમાં રેલવેએ પરિવહનની ધોરી નસ સમાન કહી શકાય. કોરોનાને કારણે અપાયેલા લોકડાઉનમાં ભારતીય રેલવે ચાલુ રહી હતી અને આંતર રાજ્ય શ્રમિકોની હેરફેર કરી હતી. લોકડાઉન બાદ ધીમે-ધીમે ભારતીય રેલવે પોતાની રેગ્યુલર સેવાઓ શરૂ કરી રહી છે. અમદાવાદ સ્ટેશન પર 100 થી વધુ ટ્રેનો શિડયુલ પ્રમાણે ચાલી રહી છે.

કોરોનાને કારણે પશ્ચિમ રેલવેને આવકમાં 3400 કરોડ રૂપિયાની ખોટ

84 લાખ જેટલા મુસાફરોએ ટિકિટ રદ્દ કરાવી

કોરોનાને લઈને પશ્ચિમ રેલવેની માલભાડા આવકમાં અને મુસાફરો સહિતની આવકમાં 3400 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. જ્યારે ટિકિટ રદ થવાને કારણે 535 કરોડનું રીફંડ મુસાફરોને રેલવે દ્વારા ચુકવવામાં આવ્યું છે. જેમાં મુંબઇ ડિવીઝનમાં સૌથી વધારે રિફંડ અપાયું છે. 84 લાખ જેટલા મુસાફરોએ ટિકિટ રદ કરાવી હતી.

સમગ્ર ભારતીય રેલની આવકમાં વેસ્ટર્ન રેલવેનો ફાળો 25 ટકા

વેસ્ટર્ન રેલવેનો સમગ્ર ભારતમાં આવકમાં ફાળો 25 ટકા જેટલો છે. 130 થી વધુ ટ્રેનો દ્વારા 1 લાખ ટન જેટલા એકલા દૂધનું ટ્રાન્સપોટેશન અમદાવાદ મંડળથી સમગ્ર ભારતમાં કરાયું છે. આ ઉપરાંત 730 થી વધુ ટ્રેનો દ્વારા 2 લાખ ટન જેટલા માલનું પરિવહન કરવામાં આવ્યું છે.

રેલવે દ્વારા પ્રાથમિક વસ્તુઓનું મુખ્યત્વે પરિવહન

રેલવે દ્વારા નવેમ્બર મહિનામાં સમગ્ર ભારતમાં 109.68 મિલિયન ટન માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. જે ગત વર્ષની સરખામણીમાં 15 ટકા જેટલું વધારે હતું. ગત વર્ષે 10,207 કરોડની આવક માલ ભાડાથી સમગ્ર રેલવેને થઈ હતી. જે આ વખતે 10,658 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષ કરતાં 450 કરોડ જેટલી વધુ છે. માલ- પરિવહનની જો વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં જે પ્રાથમિક જરૂરિયાતો છે. જ કે, કોલસો, અનાજ, ખાતર, સિમેન્ટ ,મીઠું, દૂધ, દવાઓનું મુખ્ય પરિવહન રેલવે દ્વારા કરવામાં આવે છે.

કોરોના કાળમાં રેલવે પરિવાહનનું ઉમદા સાધન

લોકડાઉનથી નવેમ્બર મહિના સુધીમાં 22 હજારથી વધુ રેક વેસ્ટર્ન રેલવે દ્વારા લોડ કરાયા છે. જ્યારે સમગ્ર રેલવે તંત્ર દ્વારા ગત વર્ષની સરખામણીએ નવેમ્બર મહિનામાં 4 ટકા વધુ રેક લોડ કરાયા છે. રેલવે દ્વારા માલ-સામાનના પરિવહન માટે BTPN, BOXN અને જમ્બો જેવા વેગન માલ પરિવહન માટે વપરાય છે. રેલવે દ્વારા માલ-વહન માટે આકર્ષક સ્કીમ શરૂ કરવામાં આવી છે. જુદા-જુદા રાજ્યોમાં કોરોના વાઇરસની અલગ-અલગ પરિસ્થિતિને લઈને માલ-વહન માટે રેલવે જ ઉમદા સાધન સાબિત થયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.