ETV Bharat / state

Lok Sabha Election 2024 : 2024 લોકસભાની ચૂંટણી જીતવા ગુજરાતના પાંચ નેતાને મહત્વની જવાબદારી સોંપાઈ

લોકસભાની ચૂંટણી 2024માં આવી રહી છે, જેમાં ભારે બહુમતીથી જીત મેળવવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી છે. અને ગુજરાત સહિત દેશમાં ભાજપના સીનીયર નેતાઓને બેઠકોદીઠ જવાબદારી સોંપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 જીતવા ગુજરાતના પાંચ નેતાને ચૂંટણીની જવાબદારી સોંપાઈ

author img

By

Published : May 30, 2023, 9:08 PM IST

અમદાવાદ : લોકસભા ચૂંટણી 2024 આડે હવે માત્ર એક વર્ષ બાકી છે. તે અગાઉ ભાજપે મોદી સરકારના 9 વર્ષ બેમિસાલને લોકો સુધી પહોંચાડી રહી છે. આજથી એક મહિના સુધી પ્રધાનો અને સાંસદો પ્રજા વચ્ચે જઈને મોદી સરકારે કરેલા કામો અને સિદ્ધિઓને વર્ણવશે.

દેશભરમાં 300 નેતાઓને જવાબદારી અપાઈ : સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભાજપ હાઈકમાન્ડે 300 નેતાઓને લોકસભાની બેઠકોની જવાબદારી સોંપી છે. ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને દિલ્હીની ત્રણ અને પૂર્વ ડેપ્યુટી મુખ્યપ્રધાન અને પૂર્વ નાણાપ્રધાન નિતીન પટેલને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ બે રાજ્યની કુલ પાંચ લોકસભા બેઠકોની જવાબદારી આપી છે.

જીતુ વાઘાણીને પણ કામ આપ્યું : વધુમાં જાણવા મળ્યા મુજબ પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાવનગરના સાંસદ ભારતીબહેન શિયાળને ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કેટલીક બેઠકોની જવાબદારી સોંપાઈ હોવાનું કહેવાય છે.

વિજય રૂપાણીની ત્રણ બેઠકની જવાબદારી : પંદર દિવસ પહેલા ભાજપના પ્રમુખ જે પી નડ્ડાએ દેશભરમાંથી 300 નેતાઓના નામ નક્કીને ચૂંટણીની રણનીતિ અમલમાં મુકવા માટે વર્ચ્યુલી બેઠક કરી હતી. જેના આધારે જ પંજાબના પ્રભારી એવા વિજય રૂપાણીને દિલ્હીમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ તથા દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકોની જવાબદારી સોંપાઈ છે.

નિતીન પટેલને પાંચ બેઠક સોંપાઈ : નિતીન પટેલને ઉત્તરાખંડમાં ટીહરી, હરિદ્વાર અને ગઢવાલ સહિત ઉત્તરપ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ કુલ પાંચ મહત્વની બેઠકોની જવાબદારી સોંપાઈ છે. તે ઉપરાંત કેન્દ્રમાં નેતૃત્વ સંભાળતા સાંસદોને પણ કામ સોંપાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણી 2024 જીતનારની અહીં બનશે સરકાર

300 બેઠકો જીતવાનો આશાવાદ : કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર ગઈકાલે અમદાવાદની મુલાકાતે હતાં. તેમણે જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 300 બેઠકો મેળવશે. મોદી સરકારે 2014માં દિલ્હીમાં સત્તાના સૂત્રો સંભાળ્યા હતાં તેને નવ વર્ષ પૂર્ણ થયા છે. આ નવ વર્ષમાં મોદી સરકારે કરેલા વિવિધ વિકાસના કામો અને અનેક યોજનાઓની માહિતી પ્રજા સુધી પહોંચડવાનું નક્કી કરાયું છે. તેમજ નવ વર્ષમાં મોદી સરકારે અનેક સિદ્ધિઓ મેળવી છે, જેની માહિતી પણ શેર કરાશે, આ એક ચૂંટણી પ્રચારનો હિસ્સો જ છે.

  1. 9 years of PM Modi Govt : મોદી સરકારની સફળતાના 9 વર્ષની ઉજવણીમાં અનુરાગ ઠાકુર, લોકસભા ચૂંટણી માટે આવો વિશ્વાસ જતાવ્યો
  2. Lok Sabha Elections : લોકસભાની ચૂંટણી પહેલા મહિલાઓને પક્ષ તરફ ખેંચવા ભાજપનું કમલ મિત્ર અભિયાન
  3. 9 years of PM Modi Govt : મોદી સરકારની સફળતાના 9 વર્ષની ઉજવણીમાં અનુરાગ ઠાકુર, લોકસભા ચૂંટણી માટે આવો વિશ્વાસ જતાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.