અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અમદાવાદના કોટ વિસ્તારની જોડતાં બ્રિજ હાલ બંધ કરી દેવામાં આવ્યાં છે. જેમાં ખાનગી વાહનોની અવરજવર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ તમામ દરવાજા ફરતે કોરોના ચેકપોસ્ટ પણ ઊભી કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંલગ્ન ડોક્ટરની ટીમ અને પોલીસ ફોર્સ ચેકપોસ્ટ પર આવતાંજતાં તમામ વાહનોનું થર્મલ ગનથી ચેકિંગ કરી રહી છે સાથે જ વધુમાં પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે બિનજરૂરી નીકળી રહેલ તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. સાથે તેમના વાહનો પર જપ્ત કરવાની કાર્યવાહી હાલ કરવામાં આવી રહી છે
અમદાવાદ પોલીસ કમિશ્નરની ચેતવણી સાંભળો, બંદોબસ્ત છે કડક... - અમદાવાદ પોલિસ કમિશનર
અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવા અને કોઈ વ્યક્તિ બિનજરૂરી રીતે બહાર ન નીકળે તેની તકેદારી રાખવા માટે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શહેરના કોટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે બંદોબસ્ત અંગે સમીક્ષા કરી હતી.