ETV Bharat / state

Hanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર - ખાડિયા હનુમાનજી મંદિર

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં હનુમાનજીનું એવું મંદિર આવેલું છે. જ્યાં વિઝા ન મળતા હોય તેવા ભક્તો દર્શન કરે તો તેમને વિઝા મળી જતા હોવાની માન્યતા છે. એટલે જ અહીંના હનુમાનજીને પાસપોર્ટવાળા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે.

Hanumanji Mandir: વિઝા નથી મળતા! કરો આ હનુમાનજીના દર્શન ને પછી જૂઓ ચમત્કાર

author img

By

Published : Feb 11, 2023, 6:01 AM IST

અમદાવાદઃ શહેરના ખાડિયા વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરને પાસપોર્ટવાળા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. જે લોકોને વિદેશ જવું હોય, પરંતુ વિઝા ન મળતા હોય તેવા લોકો અહીં આવીને હનુમાનજીની મૂર્તિ આગળ પૂજા કરી સંકલ્પ લે છે. ત્યારબાદ વિઝા મળ્યા પછી અહીં આવીને તે સંકલ્પ પૂર્ણ કરે છે.

આ પણ વાંચોઃ Shani Temple ગુજરાતનું એકમાત્ર મંદિર જ્યાં ભગવાન શનિદેવ પોતાની અતિપ્રિય સવારી પર સવાર છે

મંદિરના દર્શનથી પૂરું થાય છે સપનુંઃ આજકાલ લગભગ દરેક લોકો વિદેશ જવાનું સપનું જોતા હોય છે, પરંતુ વિદેશમાં સ્થાયી થવું એટલું સરળ નથી. જેટલું કહેવા અને સાંભળવામાં દેખાય છે. વિદેશમાં જવા લોકોને કેટલી વાર પાસપોર્ટ ઑફિસના ચક્કર લગાવે પડે છે. તેમ છતાં ઘણી વખત વિઝા નથી મળતા અથવા વિઝા એપ્લિકેશન રિજેક્ટ થઈ જાય છે. એવામાં લોકોનું વિદેશ જવાનું સપનું અધૂરું રહી જાય છે. અમદાવાદ ખાડિયામાં એક એવું મંદીર છે. જ્યાં જઈને તમારું વિદેશ જવાનું સપનું પૂરું થાય છે.

300 વર્ષ જૂનું મંદિરઃ મંદિરના ટ્રસ્ટી રૂપંગ મહેતાએ ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં આ એક મંદિર પરિવારિક મંદિર હતું. આ મંદિરની પૂજા અમે 10 પેઢીથી કરતા આવીએ છીએ. આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું મંદિર છે. ગુજરાતમાં પ્રથમ મીલ સ્થાપનાર હર્ષદલાલ છોટાલાલ આ મંદિરની સ્થાપના કરી હતી તેવું માનવામાં આવી રહ્યું છે.

20 વર્ષ પહેલા મહિલાઓએ કરાવી હતી પાસપોર્ટ સાથે પૂજાઃ તેમણે જણાવ્યું હતું કે, હનુમાનજી મંદિર હવે પાસપોર્ટવાળા હનુમાનજી તરીકે પ્રખ્યાત છે. લગભગ 20 વર્ષ પહેલાં અહીંયા રહેતા આજુબાજુની મહિલાઓએ પાસપોર્ટ લઈને પૂજારી પાસે પૂજા કરાવી હતી. થોડાક સમય બાદ તેમને વિઝા પણ મળી ગયા હતા. ત્યારે આ મહિલાઓ દ્વારા બીજાને પણ જાણ કરી અને આ વાત સમગ્ર જગ્યાએ પ્રસરી ગઈ હતી. ત્યારથી જ આ હનુમાનજી મંદિરને પાસપોર્ટવાળા હનુમાનજી તરીકે પણ ઓળખવામાં આવે છે.

હનુમાનજી મુર્તિ પાસે પૂજા કરવામાં આવે છેઃ જે લોકોને વિદેશ જવું હોય, પરંતુ સમસ્યા ઉદભવતી હોય તેવા લોકો આ મંદિરે પાસપોર્ટ લઇને આવે છે. આ મંદિરના પૂજારી હનુમાનજીની મૂર્તિ પાસે બેસાડીને પાસપોર્ટની પૂજા અને સંકલ્પ લેવડાવે છે. આ પૂજા પૂર્ણ થયા બાદ ચોપાઈની એક ચોપડી પણ આપવામાં આવે છે. તેને જ્યાં સુધી વિઝા ન મળે ત્યાં સુધી રોજ સવારે આ ચોપાઈના પાઠ કરવાનું કહેવામાં આવે છે. વિઝા મળ્યા બાદ દરેક શ્રદ્ધાળુઓ મરજી હોય તે મુજબ અને જે બાધા રાખી હોય તે પૂર્ણ કરવા આવે છે, પરંતુ મંદિર દ્વારા એવું જ કહેવામાં આવે છે કે, તમે જે બાધા રાખી હોય તે પૂર્ણ કરો અથવા અહીંયા આવીને હનુમાનજીનો આભાર માનો. જે વિઝા મળ્યા હોય તે વિઝા અહીંયા ભગવાનને બતાવવા જરૂર આવો તેની જ જાણ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Sarangpur Hanuman Mandir: સદગુરુ ગોપાળાનંદ સ્વામીના 242 મો પ્રાગટય દિવસ ઉજવાયો

હનુમાન જયંતીના દિવસે વિશેષ પૂજાઃ હનુમાન જયંતીના દિવસે ટ્રસ્ટી દ્વારા અહીંયા પૂજા કરવામાં આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે. સામાન્ય રીતે મંદિર બપોરના સમય બંધ રાખવામાં આવતું હોય છે, પરંતુ શનિવાર કે હનુમાન જયંતીના દિવસે સમગ્ર દિવસ દરમિયાન મંદિર ખૂલ્લું રાખવામાં આવે છે. પહેલા હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને અન્નકૂટ ધરાવવામાં આવતો હતો પરંતુ હવે દેવદિવાળીના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.