ETV Bharat / state

High Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો બનાવ, પોલીસ અધિકારીઓએ HCમાં ફાઈલ કરી એફિડેવિટ

ખેડા જિલ્લામાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કર્યો હતો. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે (બુધવારે) સુનાવણી થઈ હતી. તે દરમિયાન પોલીસ અધિકારીઓએ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરી હતી.

High Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો બનાવ, પોલીસ અધિકારીઓએ HCમાં ફાઈલ કરી એફિડેવિટ
High Court: ખેડામાં આરોપીઓને જાહેરમાં માર મારવાનો બનાવ, પોલીસ અધિકારીઓએ HCમાં ફાઈલ કરી એફિડેવિટ
author img

By

Published : Feb 22, 2023, 10:25 PM IST

અમદાવાદઃ ખેડા જિલ્લામાં માતર તાલુકાના ઊંધેલા ગામમાં નવરાત્રિ દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યારે પોલીસે આરોપીઓને ગામમાં લાવીને ગામ લોકોની સામે માર માર્યો હતો. આ ઘટનાનો અને આનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેને લઈને આરોપીઓએ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. સાથે જ ગુજરાત હાઈકોર્ટે પોલીસને આ સમગ્ર મામલે જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો ચૂકાદો

HCમાં સુનાવણીઃ ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે આજે (બુધવારે) સુનાવણી થઈ હતી. ત્યારે હાઈકોર્ટે આ મામલે અસામાજિક તત્વોને જાહેરમાં માર મારીને સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરનારા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. તેમ જ આ મામલે જવાબ રજૂ કરવા પણ કહ્યું હતું. તો હવે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ખેડાના પોલીસ અધિક્ષક આર. એચ. ગઢિયા અને લોકલ ક્રાઈમબ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એસ. વી.પરમારે હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટ ફાઈલ કરી હતી.

આરોપીઓએ પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતોઃ પોલીસ અધિકારીઓએ જે એફિડેવિટ ફાઈલ કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે, જ્યારે આરોપીઓને તપાસ માટે ઊંધેલા ગામમાં લઈ જવામાં આવતા હતા. ત્યારે આરોપીઓએ પોલીસ અધિકારીઓ સાથે દૂર્વ્યવહાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ પોલીસકર્મીઓને અપશબ્દો કહ્યા હતા. સાથે જ આરોપીઓએ લોકોને ઉશ્કેરવાનું કામ પણ કર્યું હતું.

SPનું HCમાં નિવેદનઃ તો જાહેરમાં માર મારવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં SPએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, આ ઘટનાના પરિણામે સમગ્ર પંથકમાં હોબાળો થયો હતો. તેથી માત્ર શાંતિ અને સુમેળ જાળવવાના હેતુથી શંકાસ્પદ લોકોને ઘેરી લેવામાં આવ્યા હતા, જેથી આગળ જતાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને. કપડવંજના એસપીએ પણ કોર્ટને જાણ કરી હતી કે, જે પણ પોલીસ અધિકારીઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. તેમની સામે તરત જ પગલાં લેવામાં આવ્યા હતા અને 6 પોલીસકર્મીઓ સામે ચાર્જશીટ પણ કરવામાં આવી છે.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છેઃ આ એફિડેવિટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, જે પણ આરોપીઓને માર મારવામાં આવ્યો હતો. તે આરોપીઓ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે અને તે સમયે કાયદો અને વ્યવસ્થાનું રક્ષણ કરવું જરૂરી હતું. તેથી આ કામ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, અરજદારો દ્વારા આક્ષેપ કરાયો હતો કે, પોલીસ અધિકારીઓએ પોલીસને અનુસરવાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું હતું, જેથી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા તેમ જ આરોપીઓને વળતર ચૂકવવા માટે માગ કરી હતી.

આ પણ વાંચોઃ Morbi Bridge Collapse: હાઈકોર્ટે આપ્યો વચગાળાનો આદેશ, પીડિતોને 10 લાખનું વળતર ચૂકવવા હુકમ

શું છે સમગ્ર મામલો: ખેડા જિલ્લામાં માતર તાલુકાના ઉંઢેલા ગામમાં નવરાત્રિના આઠમા દિવસે 150 જેટલા લોકોના ટોળાએ ભેગા થઈને પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ પોલીસે પથ્થરમારો કરનારા આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર માર્યો હતો. તે દરમિયાન મોટી સંખ્યામાં ગામના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસના મારથી ડરેલા આરોપીઓએ પણ હાથ જોડીને લોકોની માફી માગી હતી. આ સમગ્ર મામલે હાઇકોર્ટમાં ટૂંક સમયમાં આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.