અમદાવાદમાં ગાંજાના વેચાણમાં વધારો થયો છે. તેમજ તેને સેવન કરવાની પદ્વતિમાં પણ બદલાવ આવ્યો છે. આ બદલાવ પાછળ તાજેતરમાં રીલીસ થયેલી ‘કબીર સિંહ’ ફિલ્મ ઉપર ઠીકરો ફોડવામાં આવી રહ્યો છે. ફિલ્મના પાત્ર શાહિદ કપૂર દ્વારા આખી ફિલ્મમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીયે તો ગાંજો ભરેલી સિગારેટનો ઉપયોગ વધુ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના આવ્યા બાદ યુવક યુવતીઓ પણ કબીર સિંહ સ્ટાઈલમાં સિગારેટ પિતા નજરે વધુ પડતા હોય છે. ફિલ્મના એક સિનમાં કબીર સિંહ દ્વારા એક સાથે બે સિગારેટ પિતા બતાવવામાં આવ્યું છે. જે હાલમાં ખુબજ ટ્રેંડમાં આવતા લોકો પણ એક સાથે બે સિગરેટ પિતા ટીક-ટોક વિડિઓ અને પોતાના સોસીયલ અકાઉન્ટમાં #KabirSingh કરીને પોસ્ટ કરતા હોય છે.
ETV Bharat નું સ્ટિંગ ઑપરેશન, તો શું કબીર સિંહના કારણે અમદાવાદમાં વધ્યું ગાંજાનું વેચાણ ? - gujarati news
અમદાવાદઃ ETV ભારતે અમદાવાદમાં ગાંજાના વેચાણનું સ્ટીંગ ઓપરેશન કર્યું છે. જેમાં બે મહિલાઓ ગાંજાનું વેચાણ કરતી દેખાઈ રહી છે. નવાઈની વાત એ છે કે, ગાંજાના વેચાણમાં મહિલાઓનું પ્રમાણ વધારે છે. હાલ પણ અમદાવાદમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વેચાણ ચાલી રહ્યું છે અને યુવાનો તેની લતે ચડી રહ્યાં છે. આ અંગે લોકોનું કહેવું છે કે, હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહના કારણે યુવાનોમાં નશીલા પદાર્થના સેવનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
અમદાવાદમાં ગાંજાના વેચાણમાં વધારો થયો છે. તેમજ તેને સેવન કરવાની પદ્વતિમાં પણ બદલાવ આવ્યો છે. આ બદલાવ પાછળ તાજેતરમાં રીલીસ થયેલી ‘કબીર સિંહ’ ફિલ્મ ઉપર ઠીકરો ફોડવામાં આવી રહ્યો છે. ફિલ્મના પાત્ર શાહિદ કપૂર દ્વારા આખી ફિલ્મમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીયે તો ગાંજો ભરેલી સિગારેટનો ઉપયોગ વધુ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના આવ્યા બાદ યુવક યુવતીઓ પણ કબીર સિંહ સ્ટાઈલમાં સિગારેટ પિતા નજરે વધુ પડતા હોય છે. ફિલ્મના એક સિનમાં કબીર સિંહ દ્વારા એક સાથે બે સિગારેટ પિતા બતાવવામાં આવ્યું છે. જે હાલમાં ખુબજ ટ્રેંડમાં આવતા લોકો પણ એક સાથે બે સિગરેટ પિતા ટીક-ટોક વિડિઓ અને પોતાના સોસીયલ અકાઉન્ટમાં #KabirSingh કરીને પોસ્ટ કરતા હોય છે.
અમદાવાદ
કબીર સિંહ, કબીર સિંહનું નામ પડતાની સાથેજ મુવી યાદ આવી જતું હોય છે. ડિજિટલ માધ્યમ ઉપર પણ હાલ કબીર સિંહ ફિલ્મ તેમજ ફિલ્મના સોંગ્સ હાલમાં ખુબજ લોકપ્રિય છે. પરંતુ ફિલ્મના પાત્ર શાહિદ કુમાર દ્વારા આખી ફિલ્મમાં નશીલા પદાર્થોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીયે તો ગાંજો ભરેલી સિગારેટનો ઉપયોગ વધુ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના આવ્યા બાદ યુવક યુવતીઓ પણ કબીર સિંહ સ્ટાઈલમાં સિગારેટ પિતા નજરે વધુ પડતા હોય છે. ફિલ્મના એક સિનમાં કબીર સિંહ દ્વારા એક સાથે બે સિગારેટ પિતા બતાવવામાં આવ્યું છે. જે હાલમાં ખુબજ ટ્રેંડમાં આવતા લોકો પણ એક સાથે બે સિગરેટ પિતા ટીક-ટોક વિડિઓ અને પોતાના સોસીયલ અકાઉન્ટમાં #KABIR SINGH કરીને પોસ્ટ કરતા હોય છે. Body:ગાંજાના વેચાણમાં રાતો રાત વધારો
રાજ્યમાં પુખ્ત વયના યુવકો અને યુવતીઓ સિગારેટ પિતા સૌએ જોયા હશે પરંતુ આ સિગારેટમાં ગાંજો મેળવીને પીવામાં આવે છે. કબીર સીંગ ફિલ્મના આવ્યા બાદ ગાંજો ખુબજ ટ્રેંડમાં આવ્યો છે. સિગરેટ સાથે ગાંજો મેળવીએ આજના યુવકો અને યુવતીઓ સાથે તેનો નશો કરતા હોય છે. દૂરથી દેખવામાં આવે તો માત્ર સિગરેટ પિતા હોય તેવું જ નજરે પડે છે. પરંતુ તે સિગરેટની અંદર હાનિકારક ખૂબજ નશીલા એવા ગાંજાનું ભેળસેળ કરી તેનું વ્યસન કરવામાં આવતું હોય છે.
ગાંજાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે ?
આજ ના ટ્રેન્ડ મુજબ ગાંજાનો ઉપયોગ કેવી રીતે કરવો તે કદાજ કોઈને ખબર ન હોય તેવું બને કારણ કે, આજના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બનાવવામાં આવતી ફિલ્મોમાં ગાંજાનો ઉપયોગ કેવી રીતે કરવો તે સંપૂર પ્રોસેસ બતાવવામાં આવતી હોય છે. ખાસ કરીને જે રીતે ડિજિટલ માધ્યમ વધી રહ્યું છે. તે મુજબ વેબ સિરીઝ પણ વધી રહી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, વેબ સિરીઝમાં ફિલ્મ જેટલા નિયમોનું નિયંત્રણ હોતું નથી. વિભસ્ત શબ્દો, શારીરિક સંબંધો અને નશીલા પદાર્થોનો પ્રયોગ બેફામ કરવામાં આવતો હોય છે. જેમાં ગાંજાને બે હાથ વચ્ચે મચેડીને સિગારેટના તમ્બાકુ સાથે ભેળવી સિગારેટની જેમ ઉપયોગ કરતા પણ બતાવતા હોય છે. ફિલ્મ અને વેબ સિરીઝની જેમ આજના યુવકો અને યુવતી પણ ગાંજાનું વ્યસન કરતી હોય છે.
રાજ્યના DGP દ્વારા નાર્કોટિક્સ વિરુદ્ધમાં કડક કાર્યવાહીના નિર્ણય બાદ પણ ગાંજાનું વેચાણ ચાલુ
રાજ્યના પોલીસના વડા શિવાનંદ ઝા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ કરતા લોકો ઉપર હવે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરોક્ત જણાવ્યા મુજબ હાલના સમયે ફિલ્મ અને વેબ સિરીઝમાં વધુમાં વધુ 18 થી 30 વર્ષના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હોય છે. જેમાં બેફામ નશીલા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. નશીલા પદાર્થો તરફ યુવક અને યુવતીઓ આકર્ષાય છે. ખાસ કરીને ગાંજાની સિગરેટ બનાવીને તેનું વ્યસન કરતા હોય છે. તેથી ગાંજાના વેચાણમાં પણ વધારો થયો છે. જેથી નાર્કોટિક્સ પદાર્થનું વેચાણ કરતા લોકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી ગુન્હો નોંધવા આદેશ કરવામાં આવ્યો હતો..પરંતુ રાજ્યના પોલીસ વડા ના આદેશ બાદ પણ શહેરમાં ખુલ્લે આમ ગાંજાનું વેચાણ ચાલી રહ્યું છે. નાર્કોટિક્સ વિરુદ્ધની કાર્યવાહીનો અમલ માત્ર કાગળ ઉપર જ છે
ગાંજાના વેચાણનો ભાવ
ગાંજાની એક પડીકી 100 રૂપિયામાં વહેંચવામાં આવતી હોય છે. તેમજ 50 ગ્રામ ગાંજો 750 રૂપિયાના ભાવે તેનું વેચાણ થઇ રહ્યું છે. જેથી 1 કિલો ગાંજાનો ભાવ આશરે 12 હજારથી 15 હાજર સુધીનો હોય છે. ગાંજામાં પણ જુદી જુદી ગુણવત્તાનો માલ હોય છે. સારી ગુણવત્તા વાળા માલનો ભાવ વધુ હોય છે. અને ઓછી ગુણવત્તા વાળા માલના ભાવ ઓછા હોય છે. ગુણવત્તા મુજબ તે ગાંજાનો નશો પણ વધુ ઓછો થતો હોય છે. 100 રૂપિયા વાળી એક પડીકી માંથી ઓછામાં ઓછી 4 સિગારેટ બનાવવામાં આવે છે. ત્યારે વધુમાં વધુ 8 થી 10 સિગારેટ બનાવવામાં આવતી હોય છે. ગાંજાનું વ્યસન કરતા હોય તેના મુજબ ગાંજાનો ઉપયોગ વધુ ઓછો કરવામાં આવતો હોય છે.
ગાંજાનું વેચાણ કેવી રીતે કરવામાં આવે છે ?
શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદી જુદી પ્રયુક્તિઓ મુજબ ગાંજાનું વેચાણ કરવામાં આવે છે. ગાંજાનું વેચાણ મહિલાઓ અને પુરુષો દ્વારા કરવા આવતું હોય છે. શહેરના પોષ વિસ્તાર તરીકે ગણવામાં આવતા સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરે એક પરિવારના તમામ સભ્યો દ્વારા નશીલા પદાર્થ એવા ગાંજાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરિવારની મહિલા સભ્ય પોતાના ઘરમાં વેચાણ કરે છે. પુરુષ તેની આસપાસની ચાલીમાં રોડ ઉપર બેસીને વેચાણ કરે છે જયારે તેઓના બે પુત્ર દ્વારા નંબર વગરની જ્યુપિટર લઇ કોલેજો અને રેગ્યુલર બાંધેલા ગ્રાહકોને ગાંજો આપી વેચાણ કરે છે.
Conclusion:ક્યાં વિસ્તારમાં ગાંજો વેચાય છે ?
1, વાડજ BRTS બસ સ્ટેશન પાછળ - અજ્જુ ગાંજા નામનો વ્યક્તિ અને તેની પત્ની દ્વારા ઘરમાં ગાંજાનું વેચાણ થાય છે.
2, સાબરમતી રેલવે સ્ટેશન પાસે આવેલ ચાલીમાં છનિયો નામનો વ્યક્તિ ચાલીની આસપાસ ગાંજો વેચે છે.
3, રાણીપ જેલ રોડ પાસે ડોડાડી નામથી ફેમસ મહિલા ગાંજાનું વેચાણ કરે છે.
4, જમાલપુર પગથિયાં ઉપર ગાંજાનું વેચાણ કરવામાં આવે છે
5, લો-ગાર્ડન- ગાર્ડનના ગેટ સામે કપડાંનું રોડ ઉપર વેચાણ કરવામાં આવતું હોય છે.. ત્યાં લાલ કલરની ગાડીમાં ગાંજો વેચાય છે.
6, ગુલબાઇ ટેકરા પાસપોર્ટ ઓફિસ પાછળ નવરંગપુરા વિસ્તારમાં ગાંજો વેચાય છે.
7, જોધપુર વિસ્તારમાં રામાપીરના ટેકરે ગુલાબ વણજારા દ્વારા ગાંજાનું વેચાણ કરવામાં આવે છે (નંબર વગરની જ્યુપિટર લઇ ખાસ સેટેલાઇટ અને કોલેજોમાં વેચાણ કરે છે)
8, વિક્ટોરિયા ગાર્ડન સામે CNI ચર્ચનો ખાંચો - લાલ દરવાજા વિસ્તારમાં અસ્લમખાન ગાંજો વેચે છે.
9, કાલુપુર 12 નંબરના રેલવે સ્ટેશન ઉપર ગાંજો વેચાય છે. (મીટર ગેટ રેલવે સ્ટેશન)
10, પાલડી ગામમાં ખોડિયાર મંદિર સામે ગાંજો વેચાય છે.
11, સોલગામમાં ભાગવત વિદ્યાપીઠ પાછળ સાંજના સમયે ગાંજો વેચાય છે