ETV Bharat / state

કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા

જૂનાગઢમાં 20 લાખ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં કેશોદ કોર્ટે ચુકાદો (Junagadh Keshod Court judgement) આપ્યો હતો. કોર્ટમાં ફરિયાદી કોઈ પણ પૂરાવા રજૂ ન કરી શક્યા (cheque return case) નહતા. એટલે કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા
કેશોદ કોર્ટે 20 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને જાહેર કર્યા નિર્દોષ, ફરિયાદી ન આપી શક્યા પૂરાવા
author img

By

Published : Jan 3, 2023, 11:17 AM IST

ફરિયાદી સાથે મામા ફોઈના સંબંધ

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રહેતા જયેશગિરિ પ્રભાતગિરિ ગોસ્વામીએ પોતાના વકીલ મારફતે કેશોદના નામદાર એડિશનલ ચીફ જ્યૂડિશયલ મેજિસ્ટ્રેટ (Keshod Additional Chief Judicial Magistrate) સમક્ષ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તેમણે નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) હેઠળ જગદીશભાઈ ડાહ્યાભાઈ ભારથી (રહે જુનાગઢ વાળા) પાસેથી 20,00,000 રૂપિયા લેવાના હોવાથી તેમણે આપેલો ચેક રિટર્ન (cheque return case) થતા ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી પૂરાવા ન આપી શક્યા કેશોદના એડિશનલ ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ (Keshod Additional Chief Judicial Magistrate) સમક્ષ બન્ને પક્ષકારોને સાંભળીને પૂરાવાઓ તપાસવામાં આવ્યા હતા. ફરિયાદી જયેશગિરિ પ્રભાતગિરિ ગોસ્વામી આપેલી રકમનો કોઈ દસ્તાવેજી પૂરાવો રજૂ કરી શક્યા નહોતા. આ ઉપરાંત પોતાના ચોપડે કે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલમાં રકમ દર્શાવી નહોતી અને ફર્નિચરનો વ્યવસાય કરતાં હોય. પેઢીના નામે પાનકાર્ડ કે અન્ય પૂરાવા પણ રજૂ કરી શક્યા નહોતા.

ફરિયાદી સાથે મામા ફોઈના સંબંધ સામાપક્ષે જગદીશભાઈ ડાહ્યાભાઈ ભારથીના વકીલ મૌલિક દેવાણી, હિતેશ દેવાણીએ ઉપલી કોર્ટના આદેશ રજૂ કરી દલીલ કરી હતી કે, ફરિયાદી સાથે મામા ફોઈના ભાઈનો સંબંધ હોવાથી માત્ર 8 લાખ રૂપિયા ત્રણ ટકા સાદા વ્યાજે આપ્યા હતા.

આ પણ વાંચો બેંકના પૂર્વ મેનેજરને ચેક રીટર્ન કેસમાં મોડાસા કોર્ટે 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી

બાંહેધરી માટે આપ્યો હતો ચેક તેમણે બાંહેધરી માટે કોરો ચેક (cheque return case) આપ્યો છે. બંને પક્ષકારોને સાંભળીને નામદાર એડિશનલ ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ (Keshod Additional Chief Judicial Magistrate) મહમદરાહીલ હમીદભાઈ પઢિયાર દ્વારા ધિ નેગોશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એક્ટ (Negotiable Instruments Act) મુજબના આક્ષેપમાંથી નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કર્યો છે. કેશોદ પંથકમાં બાંહેધરી માટે આપવામાં આવેલા કોરા ચેકનો પૂરાવા તરીકે ઉપયોગ કરી મોટી રકમ મેળવવા ઈચ્છતા લેભાગુ ઈસમો માટે તમાચારૂપ નામદાર એડીશનલ ચીફ જ્યુડીશયલ મેજિસ્ટ્રેટ (Keshod Additional Chief Judicial Magistrate) દ્વારા કરવામાં આવેલ આદેશ દાખલારૂપ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.