અમદાવાદ: રાજ્યમાં જે પ્રકારે ધાર્મિક કાર્યક્રમો બાદ રમખાણો થતા હોય છે તેનો મુદો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો છે. રાજ્યમાં હમણાં તાજેતરમાં જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ જે રમખાણો ફાટી નીકળ્યા હતા તેમાં મુદ્દાને ધ્યાનમાં રાખીને અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
રમખાણોનો મુદ્દો હાઇકોર્ટમાં: અરજદાર દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ધાર્મિક કાર્યક્રમોમાં રેલીઓમાં કે ઝૂલુસોમાં પોલીસ વ્યવસ્થિત રીતે કામગીરી કરતી નથી. તેમજ ધાર્મિક કાર્યક્રમો દરમિયાન જે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમાં પણ પોલીસ પૂરતું ધ્યાન આપતી નથી જેના કારણે આ કોમી રમખાણો ફાટી નીકળતા હોય છે. પોલીસ વ્યવસ્થાના કામમાં બેદરકારી દાખવે છે તેવા પ્રકારના આક્ષેપ પણ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે.
તંત્ર સામે સવાલ: કોઈપણ ધાર્મિક કાર્યક્રમ હોય છે તેમાં જ્યારે પણ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવે છે. તેમાં કાર્યક્રમમાં જે પ્રકારનો પોલીસ બંદોબસ્ત ફાળવવો જોઈએ તેવા કામમાં અભાવ જોવા મળે છે તેઓ પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અરજીમાં અરજદારે રાજ્યમાં વડાલી, છત્રાલ, હિંમતનગર, ખંભાત, પેટલાદ, વડોદરા અને ઉનામાં જે પણ ઘર્ષણનો થયા હતા તેનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ અભાવનો બંદોબસ્ત જ આ કોમી રમખાણોનો કારણો બન્યા છે તેઓ પણ વાત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.
આ પણ વાંચો Gujarat High Court News : હાઇકોર્ટે દુકાનદારોની અરજી ફગાવી, નિયમોનું પાલન કરવું પડશે
યોગ્ય કાર્યવાહીની માગ: રાજ્યમાં બનેલા કોમી રમખાણોના આંકડા પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2018માં કોમી રમખાણોના 39 બનાવો, 2019 માં 22 બનાવ અને 2020 માં કુલ 23 બનાવ બન્યા હોવાની અરજદારે રજૂઆત કરી હતી. આ સાથે જ અરજદાર દ્વારા આવી પણ માંગ કરવામાં આવી હતી કે હમણાં નજીકમાં જ તારીખ 22, 4 2023 ના રોજ પરશુરામ જયંતિ અને રમજાન ઈદની એક જ દિવસે મનાવવામાં આવશે ત્યારે આ ઉજવણીમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જેથી કરીને કોઈ પણ પ્રકારની રાજ્યમાં અશાંતિ ન ફેલાય અને કોમી રમખાણો ના બને.+