ETV Bharat / state

HC on Construction in Forest : જંગલમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ HCએ ધારાસભ્ય જેઠા ભરવાડને ફટકારી નોટિસ

ગુજરાત હાઈકોર્ટે વન વિસ્તારમાં અનઅધિકૃત રીતે (HC on Construction in Forest) બાંધકામ બાબતે ધારાસભ્ય જેઠા ભરવાડને નોટિસ ફટકારી છે. પાંચ એકર કરતાં વધારે જગ્યામાં તેમજ ભાજપનું કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે.

HC on Construction in Forest : ધારાસભ્ય જેઠા ભરવાડને આરક્ષિત જંગલમાં બાંધકામ અંગે હાઈકોર્ટ કરી નોટિસ ઇસ્યુ

author img

By

Published : Mar 25, 2022, 8:41 AM IST

અમદાવાદ : ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય જેઠા ભરવાડને ગુજરાત હાઈકોર્ટે (HC on Construction in Forest) નોટિસ ફટકારી છે. આરક્ષિત વન વિસ્તારમાં અનઅધિકૃત રીતે બાંધકામ ઉભા કરવાના મુદ્દે હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે. પંચમહાલ જિલ્લાના શહેરા બેઠક પર જેઠા ભરવાડ જે પાછલા 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નોટિસ પાઠવી છે.

ધારાસભ્ય જેઠા ભરવાડને આરક્ષિત જંગલમાં બાંધકામ અંગે હાઈકોર્ટ કરી નોટિસ ઇસ્યુ

આરક્ષિત જંગલમાં ભાજપનું કાર્યાલય - અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક કે જણાવ્યું કે, જેઠા ભરવાડે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શહેરા તાલુકાના ચંદનગઢ વિસ્તારના આરક્ષીત જંગલમાં બાંધકામ (Construction in a Reserved Forest) ઉભું કર્યું છે. એટલું જ નહીં પરંતુ આરક્ષિત જંગલ હોવા છતાં, પણ ત્યાં ભાજપનું કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે. આ જંગલ વિસ્તારમાં પાંચ એકર કરતાં વધારે જગ્યામાં પેશકદમી કરવામાં આવી છે અને 350 વારનું બાંધકામ ઉભુ કર્યું છે.

આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ

ઇલેક્ટ્રિસિટી વિભાગનું પણ કનેક્શન - અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઘણી વાર આ બાંધકામ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થઈ. એટલું જ નહીં પરંતુ ઇલેક્ટ્રિસિટી વિભાગે ગેરકાયદેસર બાંધકામમાં વીજળી કનેકશન આપ્યું હતું. તેમની સામે પણ નોટિસ (Notice of HC Regarding Forest) ઇશ્યુ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Lioness Of Mandvi Forest: 2500 હેક્ટરથી વધુ મોટા જંગલનું રક્ષણ કરી રહી છે ગુજરાતની આ જાંબાઝ મહિલા વન કર્મચારીઓ

સત્તાનો દુરુપયોગ - તેથી જંગલ સંબંધિત કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કાયદા પ્રમાણે આરક્ષિત જંગલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે નહીં, તેમ છતાં તેમને પોતાની સત્તાનો દુરુપયોગ (Notice of HC to MLA Jetha Bharvad) કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે. તેને લઈને આ સમગ્ર મામલે આગામી જૂન મહિનામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.