ETV Bharat / state

ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ - Ishudan Gadhvi

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી છે જેને લઇને ઇશુદાન ગઠવીએ ભાજપર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે, પાટીદારોનો રોષ ઠારવા આ સીએમ બનાવ્યા છે. જો કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તો, 2022 માં રિલીઝ થશે.

ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ

author img

By

Published : Sep 13, 2021, 2:11 PM IST

  • આ ટ્રેલર છે 2022 માં પિચર પડશે : ઈશુદાન
  • ઈશુદાને કહ્યું ભુપેન્દ્ર પટેલ મારા મિત્ર
  • ભુપેન્દ્ર પટેલ રબ્બર સ્ટેમ્પ : ઈશુદાન

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલની નિમણૂક કરતાં જ સૌ કોઈને આશ્ચર્ય થયું હતું. કારણ કે, ભારતીય જનતા પાર્ટીમાં મુખ્યપ્રધાનના પદ માટે ઘણા અનુભવી દાવેદાર નેતાઓએ હતા. ત્યારે ભુપેન્દ્ર પટેલની નિયુક્તિથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખરેખરમાં ભુપેન્દ્ર પટેલ તો ફક્ત મહોરૂં છે. પાછળથી અમિત શાહ અને સી.આર.પાટિલ રિમોટ કન્ટ્રોલથી સરકાર ચલાવશે. ભૂપેન્દ્ર પટેલે તેમના રબરસ્ટેમ્પ બનીને રહેવું પડશે.

નીતિન પટેલ અમિત શાહ અને સી.આર.પાટીલ કરતા વધુ વહીવટી કુશળ : ઈશુદાન

ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નીતિન પટેલ અમિત શાહ અને સી.આર.પાટિલ કરતા વહીવટી કુશળતામાં વધુ ચઢિયાતા છે. હજી તો એક મહિના પહેલા જ ભાજપે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના સફળતાના પાંચ વર્ષની ઉજવણી કરી હતી. ત્યારબાદ આ રાજીનામાંથી સાબિત થયું છે કે, રૂપાણી સરકાર નિષ્ફળ હતી. ભાજપે લોકોની આંખમાં ધૂળ નાંખી છે. ગેસના બાટલમાં 25 રૂપિયાના ભાવવધારાથી વસૂલ કરાયા હવે એક વર્ષ પછી ચૂંટણીમાં બીજો ખર્ચ કરશે. ફરી પ્રજાના પૈસા ઉડાળી ઈંધણના ભાવ વધારશે.

ઈશુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમિત શાહના રિમોટ કંટ્રોલ

ભુપેન્દ્ર પટેલ બિન અનુભવી : ઈશુદાન

વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની વિધાનસભા મતવિસ્તારમાંથી જ કોરોનાની બીજી લહેર દરમિયાન 108 મારફતે જ કોવિડના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાનો તઘલખી નિર્ણય એક અધિકારીએ લીધો હતો. જેનો વિરોધ ભુપેન્દ્ર પટેલ કરી શક્યા ન હોતા.

સી.આર.પાટીલ જુઠ્ઠા : ઈશુદાન ગઢવી

ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 15 ઓગસ્ટે માધ્યમો સમક્ષ કહ્યું હતું કે, 2022 ની ચૂંટણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ નીચે લડાશે. જે વાત તેમને જુઠ્ઠા સાબિત કરે છે. ભાજપને જ્ઞાતિવાદનું રાજકારણ રમવુ છે. પાટીદારોનો રોષ ઠારવા આ રીમોટ સીએમ બનાવ્યા છે. જો કે આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તપ 2022 માં રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.