ETV Bharat / state

ઈશરત જહાં કેસ: આરોપીઓ વિરૂધ કેસ ચલાવવાની મંજૂરી મુદ્દે CBI વલણ સપષ્ટ કરે- કોર્ટ - Gujarat fake encounter

અમદાવાદઃ વર્ષ 2004 ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ IPS ડી.જી વણઝારા, એન.કે અમીન સહિત ત્રણ આરોપીઓને કોર્ટ દ્વારા દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જે બાદ આ કેસના અન્ય 4 આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરાઇ હતી. તે મુદ્દે બુધવારે સ્પેશિયલ કોર્ટમાં આરોપીઓના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી. જેમાં અગાઉ વણઝારા, એન.કે અમીન સહિત આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે, તો અમને કેમ નહીં...

ઈશરત જહાં કેસ
author img

By

Published : Nov 13, 2019, 6:42 PM IST

આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, તમામ આરોપીઓ પર ષડયંત્રના ચાર્જ લગાડવામાં આવ્યા છે, ત્યારે કોર્ટે તેમના પર કઇ રીતે ચાર્જ ફ્રેમ કરશે. અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર CBI પોતાનો વલણ આગામી 26 નવેમ્બર સુધીમાં સ્પષ્ટ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે આ અગાઉ CBIને CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની મંજૂરી મુદ્દે વલણ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સતત ત્રીજીવાર આ કેસની સુનાવણી કોઇ કારણોસર ટળી હતી.

આ કેસમાં 21મી સપ્ટેમ્બરે CBI દ્વારા કોર્ટમાં લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં CBIએ 4 પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ ષડયંત્ર, હત્યા સહિતના ગુનાઓ દાખલ થયા હોવાથી તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. CBIએ ચાર પેજના લેખિત જવાબમાં ડી.જી વણઝારા અને અન્ય આરોપીઓ વિરૂદ્ધ કેસ ચલાવવાની CRPCની કલમ 197 મુજબ પરવાનગી આપી ન હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ અન્ય 4 આરોપીઓ જયસિંહ પરમાર, ગિરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરૂણ બારોટ દ્વારા દોષમુક્ત જાહેર કરવા CBI કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ કેસમાં સંડોવાયેલા ડી.જી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂદ્ધ CRPCની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અગાઉ કોર્ટમાં ઇશરતની માતા શમીમા કૌસર તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજૂ કરતાં જણાવ્યું હતું કે, CRPCની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલા કેસ ડ્રોપની અરજી સાથે કોઇ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદ્દે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે, બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા પણ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરાઇ નથી. ઇશરત અને તેના સાગરીતોની ધરપકડ થઇ શકતી હતી. પરંતુ, તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2004માં અમદાવાદના નરોડા વિસ્તાર નજીક મુંબઇની ઇશરત જહાં, જાવેદ શેખ, અમજદઅલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઇ હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો.

Intro:વર્ષ 2004 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા, એન.કે અમીન સહિત 3 આરોપીઓને કોર્ટ દ્વારા દોષ મુક્ત જાહેર કરાયા બાદ આ કેસના અન્ય 4 આરોપીઓ દ્વારા કરવામાં આવેલી ડિસ્ચાર્જ અરજી મુદે બુધવારે સ્પેશયલ કોર્ટમાં આરોપીઓના વકીલ વતી દલીલ કરવામાં આવી કે આ કેસમાં અગાઉ વણઝારા, એન.કે. અમીન સહિત આરોપીઓને કેસ મુક્ત કરવામાં આવ્યા છે તો અમને કેમ નહિ.Body:આરોપીઓના વકીલે કોર્ટમાં દલીલ કરી કે તમામ આરોપીઓ પર ષડયંત્રના ચાર્ડ લગાડવામાં આવ્યા છે ત્યારે કોર્ટ તેમના પર કઈ રીતે ચાર્જફ્રેમ કરશે. અરજદારના વકીલ દ્વારા કરવામાં આવેલી રજુઆત પર સીબીઆઈ પોતાનો વલણ અગામી 26મી નવેમ્બર સુધીમાં સપષ્ટ કરે તેવો કોર્ટે આદેશ આપ્યો છે. કોર્ટે અગાઉ સીબીઆઈને સીઆરપીસીની કલમ 197 મુજબ કેસ ચલાવવાની મંજુરી મુદે વલણ સપષ્ટ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજીવાર આ કેસની સુનાવણી કોઈ કારણસર ટળી હતી.. અગાઉ 1લી અને 17મી ઓક્ટોબરના રોજ પણ સુનાવણી ટળી હતી.....

ઉલ્લેખનીય છે કે આ કેસમાં 21મી સપ્ટેમ્બરના રોજ સીબીઈ દ્વારા કોર્ટમાં લેખિત જવાબ રજુ કરવામાં આવ્યો હતો જેમાં સીબીઆઈએ 4 પોલીસ અધિકારીઓ વિરૂધ ષડયંત્ર, હત્યા, સહિતના ગુના દાખલ થયા હોવાથી તેમની ડિસ્ચાર્જ અરજી રદ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સીબીઆઈએ ચાર પાનાના લેખિત જવાબમાં ડી.જી વણઝારા અને અન્ય આરોપીઓ વિરૂધ કેસ ચલાવવાની  સીઆરપીસીની કલમ 197 મુજબ પરવાનગી આપી ન હતી તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સામેલ અન્ય 4 આરોપી જયસિંહ પરમાર, ગીરીશ કુમાર સિંગલ, અનાજુ ચૌધરી અને તરુણ બારોટ દ્વારા દોષ-મુક્ત જાહેર કરવા સીબીઆઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી...ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંડોવાયેલા ડીજી વણઝારા સહિત 3 આરોપીઓ વિરૂધ સીઆરપીસીની કલમ 197 મુજબ કેસ ચલાવવાની પરવાનગી ન આપતા આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી...Conclusion:અગાઉ કોર્ટમાં ઈશરતની માતા શમીમા કૌસર  તરફે વકીલ વૃંદા ગ્રોવરે રજુઆત કરતા જણાવ્યું હતું કે સીઆરપીસીની કલમ 197 અને આરોપી દ્વારા કરાયેલી કેસ ડ્રોપની અરજી સાતે કોઈ સંબંધ નથી. બંને આરોપીઓને કેસ ડ્રોપ મુદે પોતાની નિર્દોષતા પુરવાર કરવાની જરૂર છે. નિર્દોષતા પુરવાર થાય તો જ કેસ ડ્રોપ એટલે કે બંને આરોપીઓને કેસમાંથી મુક્ત કરવામાં આવી શકે. આ મામલે બધા જ પુરાવવા કોર્ટ સમક્ષ રજુ કરાયા પણ સપ્લીમેન્ટરી ચાર્જશીટ દાખલ કરાઈ નથી. ઈશરત અને તેના સાગરીતોની ધરપકડ થઈ શકતી હતી પરતું તેમનું અપહરણ કરી એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

વર્ષ 2004માં  અમદાવાદના નરોડા વિસ્તાર પાસે મુંબઈની ઈશરત જહાં , જાવેદ શેખ , અમજદ અલી રાણા અને જીશાન જોહરની નકલી એન્કાઉન્ટરમાં હત્યા કરાઈ હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.