અમદાવાદ: સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામની જન્મ જયંતી ઉજવવામાં આવી રહી છે. દેશના સમગ્ર ભગવાન રામના મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. દેશના અનેક શહેરોમાંથી પણ ભગવાન રામની પ્રતિમાને હાથી કે રથ પર બેસાડીને યાત્રા પણ કાઢવામાં આવી રહી છે. અમદાવાદના ઇસ્કોન ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઈન જોવા મળી આવી હતી.
દર્શન કરવા: રામનો ઉત્સવ છે. જેમાં આપે સૌ ઉજવી રહ્યા છીએ પરંતુ ઇસ્કોન મંદિર ખાતે આજે વિશેષ કાર્યક્રમ છે કે ઇસ્કોન મંદિરે 26 વર્ષ પૂર્ણ થયા છે. 1997 માં મંદિર અહીંયા ભગવાનની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. સવારે વહેલી 4:30 વાગે મંગળા આરતીમાં 500થી પણ વધુ ભક્તો જોડાયા હતા. ભગવાનના માટે વિશેષ આભૂષણો પણ તૈયાર કરવામાં આવ્યા છે. સવારથી ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આજે ભક્તો મોટી સંખ્યામાં ભગવાન રામના દર્શન કરવા માટે આવી રહ્યા છે.
આ પણ વાંચો IPL 2023 : અમદાવાદના યુવાને બનાવી મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાની પેન્ટિંગ
વ્યવસ્થા મંદિર દ્વારા ઉભી:ભગવાનના વસ્ત્રો ખાસ કરીને વૃંદાવનથી મંગાવવામાં આવ્યા હતા. તે જ વસ્તુ ભગવાનને અર્પણ પણ કરવામાં આવ્યા છે. મંગળા આરતી ભગવાનને વિવિધ પ્રકારના અલગ અલગ ફળોના રસ મધ દહીં ઘી જેવા પંચગવ્ય વસ્તુઓથી ભગવાન રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજી નો અભિષેક કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિરમાં દર્શને આવતા તમામ શ્રદ્ધાળુ માટે પ્રસાદની પણ વ્યવસ્થા મંદિર દ્વારા ઉભી કરવામાં આવી હતી.
ઐતિહાસિક મંદિર: રામ નવમીના દિવસે મંદિર દ્વારા છેલ્લા ચાર દિવસથી રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાનને આજના રોજ અન્નકૂટ પણ કરાવવામાં આવ્યો છે. આપણા માટે સૌથી ખુશીની વાત છે કે અયોધ્યામાં પણ ભગવાન રામનું ઐતિહાસિક મંદિર બનવા જઈ રહ્યું છે. આવતી રામ જન્મ જયંતી દિવસે ભગવાન રામ પોતાના મંદિરમાં બિરાજમાન થશે.