ETV Bharat / state

IPL Match Tickets: પ્રથમ મેચની તમામ ટિકિટ વેચાઈ ગઈ, રાજસ્થાનથી ટિકિટ લેવા આવ્યો યુવાન - IPL પ્રથમ મેચની ટિકિટ

જેમ જેમ 31મી માર્ચ નજીક આવી રહી છે એમ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અમદાવાદમાં ગરમીનો પારો ઉપર ચડે એમ વધી રહ્યો છે. TATA IPL Season 16ની શરૂઆત આ વખતે ગુજરાતના મહાનગર અમદાવાદ શહેરમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થવાની છે. ચેન્નઈ સુપરકિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે પહેલી મેચ રમાવાની છે. 1 લાખની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિમમાં મેચ પહેલા જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હોવાના વાવડ મળી રહ્યા છે.

IPL પ્રથમ મેચની ટિકિટ બારી બહાર લાગ્યું SOLD OUT નું બોર્ડ

author img

By

Published : Mar 27, 2023, 4:46 PM IST

અમદાવાદઃ ક્રિકેટની સૌથી વધુ ચર્ચાતી ટુર્નામેન્ટ TATA IPLની 16મી સીઝન 31 માર્ચથી શરૂ થઈ રહી છે. જેને લઈને એના તમામ વેન્યુ પર તૈયારીઓને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે. પણ અમદાવાદમાં મેચ પહેલા જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તારીખ 9 અને તારીખ 13 એપ્રિલના રોજ કોલકત્તા નાઈટ રાઈડર્સ તેમજ રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચનું જ ટિકિટનું વિતરણ ચાલુ છે.

આ પણ વાંચો AMC: બ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરો સાથે એકને ખોળ બીજાને ગોળની નીતિ કેમ? વિપક્ષના સળગતા સવાલ

પ્રથમ મેચઃ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે. એક લાખથી પણ વધુ કેપેસિટી ધરાવતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આ મેચ માટેની તમામ ટિકિટ વેચાઈ ગઈ છે. જ્યારે હાલમાં તારીખ 9 અને તારીખ 13 એપ્રિલના રોજ કોલકત્તા નાઈટ રાઈડર્સ તેમજ રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનારી મેચનું જ ટિકિટનું વિતરણ ચાલુ છે. ક્રિકેટ રસિયામાં પણ ગુજરાત ટાઇટલ્સ અને ચેન્નઇ સુપરકિંગ્સની રમાવનાર પ્રથમ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિજેતા ટીમ વચ્ચે મેચઃ એક બાજુ પોતાની પ્રથમ જ સીઝનમાં ગુજરાત ટાઈટન્સે IPLનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. બીજી બાજુ ચેન્નઇ સુપરકિંગ્સ ચાર વખત IPLનો ટાઈટલ પોતાના નામે કરી ચૂકી છે. ગુજરાત એટન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચે ની પ્રથમ મેચની ટિકિટનું વિતરણ ઓનલાઈન રીતે શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 70 હજારથી પણ વધુ ટિકિટ ઓનલાઇન બુક થઈ હતી.

મેં અમદાવાદમાં યોજાનાર મેચની ટિકિટ ખરીદી છે. અને ખાસ કરીને અમદાવાદનું સૌથી મોટું સ્ટેડિયમ જોવાનો પણ એક અલગ જ લહાવો છે. આ વખતની IPLની મેચને ભારે એક્સઝાઈટમેન્ટ છે. પ્રથમ મેચમાં સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ફૂલ થઈ ગયું હોવાનું હાલ તો ટિકિટના વેચાણ પરથી માનવામાં આવે છે. સ્ટેડિયમની બહાર સોલ્ડ આઉટનું બોર્ડ જોવા મળી રહ્યું છે.--રાજસ્થાનથી આવેલો ક્રિકેટ પ્રેમી

ચાર જગ્યા નક્કીઃ જ્યારે બાકીની ટિકિટ અમદાવાદ શહેરમાં અલગ અલગ ચાર જગ્યા ઉપર ગુજરાત ટાઇટન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુલાબ ટાવર રોડના આનંદ કોમ્પલેક્ષ, નિકોલમાં શ્યામ પરિષદ અને AEC ચાર રસ્તા પાસે મનુષ્ય એપાર્ટમેન્ટની એક દુકાનમાં ટિકિટ બોક્સ તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Budget session 2023: AMC કહ્યું અમદાવાદ શહેરનો ગ્રીન કવર એરીયા ઘટ્યો નહીં પરંતુ વધ્યો છે

રાજસ્થાનથી ટિકિટ લેવા પહોંચ્યાઃ ક્રિકેટને લઈને દેશની અંદર ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે. દેશના કોઈ પણ ખૂણામાં કે વિશ્વના કોઈપણ ખૂણામાં ક્રિકેટ મેચ જ્યારે રમાતી હોય છે. ત્યારે ભારતીય દર્શક હંમેશા સ્ટેડિયમમાં અચૂક રીતે હાજર જોવા મળતા હોય છે. અમદાવાદમાં યોજાનાર IPLની મેચને લઈને રાજસ્થાનથી પણ એક યુવક ટિકિટની ખરીદી કરવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.