ETV Bharat / state

દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ - panchamrut program gujarat

ઘણીવાર લોકો દલિત સમાજના(Dalit society) ઘરે જઇ ભોજન લઈ ફોટો પડાવતા હોય છે, પરંતુ તેમને પોતાના ઘરે બોલાવી સમય વિતાવો તેવું ભાજપ અધ્યક્ષ CR પાટીલે(BJP president CR Patil) ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીના સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમમાં(Panchamrut program) કહ્યું હતું. 26 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે આંબેડકર યુનિવર્સિટીનો સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજાયો હતો. પંચામૃત કાર્યક્રમ મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

author img

By

Published : Nov 23, 2021, 8:56 AM IST

  • ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજાયો
  • પ્રત્યેકને સ્વતંત્રતા અને બંધુતાનો અનુભવ થતો હોવો જોઈએઃ ભૂપેન્દ્ર પટેલ
  • વિવિધ ઉદઘાટન અને પુસ્તકનું વિમોચન કરાયું

અમદાવાદ : અમદાવાદ એસજી હાઈવે પર આવેલ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો(Dr. Babasaheb University) સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની(BJP president CR Patil) અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને પુસ્તક વિમોચન, સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ સેન્ટર ફોર ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ભવન, પ્રાદેશિક કેન્દ્રો પર, કમ્પ્યુટર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે કિશોર મકવાણા દ્વારા લિખિત રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબા સાહેબ આંબેડકર પુસ્તકનું વિમોચન(Dr. Baba Saheb Ambedkar book release) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાઈન લેન્ગવેજ વેબલિંકનું(Sign Language Weblink) ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

દલિત સમાજના ઘરે ભોજન લઈ ફોટો પડાવવાની જગ્યાએ તેમને તમારા ઘરે બોલાવો : પાટીલ

બાબા સાહેબના ભવનનું ઉદ્ઘાટન ભવનનું નિર્માણ મોદી સાહેબે કર્યું

CR પાટીલે કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તમે વધુ વાંચ્યા હશે. ખૂબ સંઘર્ષ તેમનો રહ્યો હતો. અસ્પૃશ્યતાની લડાઈ માટે આવ્યા અને દેશનું બંધારણ(Constitution of India) લખ્યું. તેમના ભવનનું નિર્માણ દિલ્હીમાં મોદી સાહેબે કર્યું. આ પહેલા આંબેડકર ભવન નહોતું. તેમની એકચ્યુઅલ સાઈઝની પ્રતિમા(Dr. Statue of Babasaheb Ambedkar) પણ ત્યાં મૂકવામાં આવી છે. ડૉ. બાબાસાહેબ નાતી જાતિના ભેદભાવમાં માનનારા ન હતા. ઉપરાંત આંબેડકરનો સંઘર્ષ સાથેનો સંબંધ રહ્યો તેમજ તેમના પુસ્તકમાં પણ સંઘર્ષને લઈને કેટલીક વાતોનો ઉલ્લેખ પણ કર્યો છે.

કેટલાક અગ્રણીઓ દલિત સમાજના ઘરે જઇ ભોજન લઈ ફોટો પડાવતા હોય છે

આ ઉપરાંત CR પાટીલે કહ્યું કે ઘણીવાર દલિત સમાજના(Dalit society) ઘરે જઇ ભોજન લઈ ફોટો પડાવતા હોય છે. જો તમે તેમનામાં વિશ્વાસ ઉત્પાદન કરવા માગતા હોવ તો દલિત સમાજના લોકોને ઘરે બોલાવવા જોઈએ અને તેમની સાથે સમય વિતાવવો જોઈએ. આ પ્રમાણે ભાજપનાં કાર્યકરોએ કરવું એ મારી સૂચના ગણવીને અનુસરો એવી આશા વ્યક્ત કરૂં છુ.

પુસ્તક દરકે માટે પ્રેરણાદાયી બની રહેશે

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ પુસ્તક દરકે માટે પ્રેરણાદાયી બની રહેશે. સ્પર્ધા હાર કે જીત માટે નહીં પણ યોગ્ય દિશા આપવા માટે હોય છે. જ્ઞાનની કોઈ સીમા નથી હોતી. છેવાડાના વ્યક્તિને જ્ઞાન આપવાનું કામ યુનિવર્સિટીએ કર્યું છે. તેમજ શિક્ષિત અને સંગઠિત બનવાનો મેસેજ બાબાસાહેબે(Babasaheb's message) આપ્યો છે. રાષ્ટ્રને શક્તિશાળી બનાવવો હોય તો પ્રત્યેકને સ્વતંત્રતા અને બંધુતાનો અનુભવ થતો હોવો જોઈએ. અભ્યાસ અને સંઘર્ષ કરવાનો મેસેજ આપ્યો છે. સમગ્ર સમાજમાં ઉંચ નીચ નહીં પરંતુ સમાનતા હોવી જોઈએ તેવું ડૉ. બાબાસાહેબ કહેતા હતા.

આ પણ વાંચોઃ 'આસિયાન સંમેલન'માં જિનપિંગે કહ્યું- ચીન નથી ઇચ્છતુ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ

આ પણ વાંચોઃ અગ્રણી બેન્ક્સ સાથેની રિવ્યૂ બેઠકમાં CM ભુપેન્દ્ર પટેલે કહ્યું- રાજ્ય સરકાર MSMEને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.