ETV Bharat / state

IND vs WI 3th Match : ભારતે વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો કર્યો વ્હાઇટ વોશ - ભારત અને વેસ્ટઇન્ડીઝ મેચ 2022

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (IND vs WI 3th Match) વચ્ચેની ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 96 રને પરાજય આપ્યો હતો. ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા આશ્ચર્ય સર્જાયું હતું. આ સાથે જ ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો (IND vs WI Whitewash) વ્હાઈટવોશ કર્યો છે.

IND vs WI 3th Match : ભારતે વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો વ્હાઇટ વોશ કર્યો

author img

By

Published : Feb 12, 2022, 6:50 AM IST

અમદાવાદ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઇ રહેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની (IND vs WI 3th Match) ત્રીજી અને છેલ્લી વન-ડે મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 96 રને પરાજય આપ્યો હતો. આ સાથે જ ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝનો (IND vs WI Whitewash) વ્હાઈટવોશ કર્યો છે.

ભારતીય કપ્તાનનો આશ્ચર્યજનક નિર્ણય

ભારતે વન-ડે સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝનો વ્હાઇટ વોશ કર્યો

ત્રીજી મેચમાં ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, ત્યારે આશ્ચર્ય સર્જાયું હતું. કારણ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (Narendra Modi Stadium) પીચ પર ટૉસ જીતનાર કપ્તાન સામાન્ય રીતે ફિલ્ડીંગ પસંદ કરતા હોય છે. રોહિત શર્માનો આ નિર્ણય શરૂઆતમાં જ ખોટો સાબિત થયો હતો. ફક્ત 50 રનની અંદર ભારતીય ટીમના ટોપ ત્રણ બેટ્સમેન કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

મિડલ ઓર્ડરે બાજી સંભાળી

ટોપ ઓર્ડર નિષ્ફળ ગયા બાદ મિડલ ઓર્ડરે બાજી સંભાળી હતી. શ્રેયસ ઐયર અને રિષભ પંત વચ્ચે ચોથી વિકેટ માટે 110 રનની ભાગીદારી નોંધાઈ હતી. બંનેએ પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. ચહર અને વોશિંગ્ટન સુંદરે પોતાનું યોગદાન આપ્યું હતું. ભારતીય ટીમ આ મેચમાં પણ પૂરી 50 ઓવર રમી હતી. ભારતીય ટીમે 10 વિકેટ ગુમાવીને 265 રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝનો ફ્લોપ શો

વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ફ્લોપ શો ચાલુ રહ્યો હતો. 266 રનના લક્ષ્યનો પીછો કરવા મેદાનમાં ઉતરે વેસ્ટ ઇન્ડીઝે ફક્ત 82 રનમાં પોતાની સાત વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ઓડેન સ્મિથ અને અલઝારી જોસેફે થોડી વળતી લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ વેસ્ટ ઈન્ડિઝના હાથમાં વિકેટ ન હોવાથી સંપૂર્ણ ટીમ 169 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સીરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ઓછા રન આપીને 3-3 વિકેટ ઝડપી હતી. આમ ભારતનો 96 રને ભવ્ય વિજય થયો હતો.

આ પણ વાંચો: India West Indies Match : BCCI ના સેક્રેટરી જય શાહે અંડર 19 ક્રિકેટ વિશ્વકપ વિજેતા સાથે બેસીને મેચ નિહાળી

મેન ઓફ ધ મેચ શ્રેયસ ઐય્યર

ત્રણ મેચની સીરિઝમાં ભારતના ઓપનિંગ બેટ્સમેન લગભગ નિષ્ફળ રહ્યા છે. ત્યારે મિડલ ઓર્ડરે બાજી સંભાળી છે. આ મેચમાં શ્રેયસ ઐયરે 80 રન ફટકાર્યા હતા. જે બદલ તે મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

હવે કોલકાતા ખાતે 20-20

વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝ જીતીને ભારતે ઘર આંગણે (IND vs WI ODI 2022) 2022 ના વર્ષની સારી શરૂઆત કરી છે. 39 વર્ષ બાદ ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝનો વ્હાઈટવોશ કર્યો હતો. હવે ત્રણ મેચની ટી T20 સિરીઝ કોલકાતા (T T20 Series Kolkata) ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોલકાતા ખાતે ઇડન ગાર્ડન પર દર્શકો આ મેચ નિહાળી શકશે.

આ પણ વાંચોઃ IND vs WI : કે.એલ.રાહુલ અને અક્ષર પટેલ વેસ્ટઇન્ડિઝ સામે રમાનાર ટી-20 શ્રેણીમાંથી બહાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.