રબારી કોલોની પાસે આવેલા ABC કોમ્પલેક્ષ ખાતે ભારતીય જનતા પાર્ટીના અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવાર પટેલ જગદીશભાઈના મધ્યસ્થ કાર્યાલયનો રાજ્યના નાયબ મુખ્યપ્રધાનના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં ઉદ્ઘાઘાટક તરીકે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ અને પ્રભારી આઈ.કે.જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. તદઉપરાંત અતિથિવિશેષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા, કમલેશ પટેલ તેમજ કિરીટ સોલંકી વગેરે પણ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર તેમજ પ્રભારી અને પ્રમુખો પણ હાજર રહ્યા હતાં.