- વિરમગામમાં અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવ્યો
- બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ ભાજપ કાર્યકરોની હત્યા થઈ તેના અનુસંધાને ધારણા કર્યા
- ધારણા કાર્યક્રમમા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદ ગીરી ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા
અમદાવાદઃ પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામ બાદ અનેક જગ્યાએ હિંસાના બનાવ બન્યા હતા, જેમાં ભાજપના અનેક કાર્યકર્તાઓની હત્યા તો કેટલાક કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેને ધ્યાનમાં રાખી ભાજપે દેશવ્યાપી વિરોધ કર્યો હતો. અમદાવાદમાં પણ વિરમગામમાં ભાજપના કાર્યકર્તાઓએ આ ઘટનાનો વિરોધ કર્યો હતો.
બંગાળની ચૂંટણીના પરિણામ બાદ ચૂંટણી અહિંસાત્મક રૂપ ધારણ કર્યું
તારીખ 2 ના રોજ બંગાળના ચૂંટણી પરિણામો જાહેર થયા હતા જેમાં તૂણમૂલ કોંગ્રેસે ફરીવાર સરકાર બનાવી હતી સત્તાના જોરે ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ TMC કાર્યકરો દ્વારા હિંસા ભડકાવવામાં આવી હતી અને ભાજપના કાર્યકરોને જીવતા મારી નાખવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળ સરકાર ભાજપીઓને સુરક્ષા પ્રદાન કરે - સી. આર. પાટીલ
ભાજપે ધરણા કરી વિરોધ દર્શાવ્યો
આ ઘટનાને સમગ્ર દેશમાં ભાજપે સખત વખોડી કાઢી વિરમગામ તાલુકા સેવા સદન બહાર આ હિંસા મુદ્દે વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના અગ્રણીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા
આ વિરોધ પ્રદર્શનમાં અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગિરી ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય વજુ ડોડિયા, અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડિયા, દિપક પટેલ, વિરમગામ ભાજપ શહેર પ્રમુખ નરેશ શાહ, નગરપાલિકા પ્રમુખ ચેતન રાઠોડ, નગર પાલિકા ઉપપ્રમુખ દિપા ઠક્કર, મિતેશ આચાર્ય, નારણ અજાણા, હિતેશ મુનસરા તેમજ ભાજપના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ધારણા કરી વિરોધ દર્શાવ્યો હતો.