ETV Bharat / state

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરનાના 26 કેસ નોંધાયા, કુલ આંક 410 પર પહોંચ્યો - Number of Ahmedabad positive cases

અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાતા કુલ આંકડો 410 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરનાના 26 કેસ નોંધાતા કુલ આંક 410 પર પહોંચ્યો

author img

By

Published : Jun 8, 2020, 10:51 PM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તાર અને જિલ્લામાં તેની અસર જોવા મળી રહી છે. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સોમવારે સાંજ સુધીમાં નવા 26 કેસ નોંધાતા કુલ આંકડો 410 પર પહોંચ્યો છે.

અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં કોરોનાએ સદી પુરી કરતા 121 કેસ નોંધાયા છે. જ્યારે દસક્રોઈ 109, બાવળામાં 49 કેસ નોંધાયા છે. 4 જૂનના રોજ બાવળામાં 22 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોળકા તાલુકાની વાત કરવામાં આવે તો કેડીલા ફાર્માસ્યુટિકલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા બાદ બદરખા ગામમાં કેસ નોંધાતા આટલા કેસ વધ્યા હતા.

હવે મૂળ ધોળકા શહેરમાં કોરોના ફેલાવવાનું શરૂ થયું છે. વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ જિલ્લાના સાણંદમાં 66, ધંધુકા 22, વિરમગામ 29, બાવળા-49 અને માંડલ તાલુકામાં 04 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનથી પણ 26 દર્દીઓના મોત નીપજ્યાં છે.

અમદાવાદના ગ્રામીણ અને જિલ્લામાં 8 ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. જેમાં 1.26 લાખ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે અને જે પૈકી શંકાસ્પદ લાગતા 28 લોકોને નજીકના કોરોના હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 28 હજાર જેટલા ઘરોનું સર્વિલાન્સ કરવામાં આવ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સેનેટાઇઝેશન કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનેટાઇઝેશન ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મોટાભાગના કેસ અમદાવાદ ગ્રામ્ય બોપલ, ઇન્દીરાનગર, ધોળકા સહિતના વિસ્તારોમાં નોંધાયા છે. ધોળકામાં 121 અને સાણંદમાં 66 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, આ વિસ્તારોમાં કોરોનાને ફેલાવતા અટકાવવા માટે તંત્ર દ્વારા માસ સેનેટાઈઝેસનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 87હજાર જેટલા ઘરોને સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.