ETV Bharat / state

રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણયઃ ગુજરાતમાં હવે 800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ - State Government

રાજ્યમાં વધતા જતા કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કરોના RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવા માટે 800 રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદની નવનિર્મિત કિડની હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે 400 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણયઃ ગુજરાતમાં પણ હવે 800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ
ગુજરાતમાં હવે 800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ
author img

By

Published : Dec 1, 2020, 8:15 PM IST

  • કોરોનાના ટેસ્ટની કિંમત માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
  • ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો
  • RT-PCR ટેસ્ટ જે રૂપિયા 1500માં થતો હતો તે હવે રૂપિયા 800માં થશે

અમદાવાદ: રાજ્યમાં વધતા જતા કોરોના વાઈરસના કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા 2 મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં કરોના RT-PCR ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં કરવા માટે 800 રૂપિયામાં નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ અમદાવાદની નવનિર્મિત કિડની હોસ્પિટલમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે 400 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણયઃ ગુજરાતમાં પણ હવે 800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ
ગુજરાતમાં હવે 800 રૂપિયામાં થશે કોરોના ટેસ્ટ
કિડની હોસ્પિટલ કોરોના ડેડીકેટેડ હોસ્પિટલ માટે કાર્યરત

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને ખૂબ જ ટૂંકા ગાળામાં નિર્માણાધીન કિડની હોસ્પિટલને કોરોના ડેડીકેટેડ હોસ્પિટલ માટે કાર્યરત કરવામાં આવી છે. જેને લઈને આજે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 350 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી કિડની હોસ્પિટલમાં આજથી કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવશે. જેને પગલે 400 થી વધુ બેડ હાલ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કિડની હોસ્પિટલના ત્રીજા અને ચોથા માળે આ તમામ બેડ કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યારે સાતમા માળે વેન્ટિલેટર સહિત આઈ.સી.યુ વોર્ડમાં 82 બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 150 જેટલા મલ્ટી સ્પેશિયલ મોનિટરીંગ કાર્યરત કરવામાં પણ આવ્યા છે. હોસ્પિટલમાં 20 હજાર લિટર પ્રવાહી ઓક્સિજનની ટેન્ક કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ વધુ જથ્થાથી જરૂરિયાત જણાય તે માટે અન્ય એક 20 હજાર લિટર પ્રવાહી ઓક્સિજન ટેંકને વિકલ્પ રૂપે રાખવામાં આવ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સુવિધા

હોસ્પિટલમાં કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવાર માટે 28 PG તબીબો, 60 જેટલા એમબીબીએસ તબીબો, 175 નર્સિંગ સ્ટાફ અને 350 થી વધુ સફાઈ કામદારો ની નિમણૂક કરવામાં આવી છે. જેઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા દિવસ અને રાત માટે કાર્યરત રહેશે. મહત્વનું છે કે covid ડેડીકેટેડ હોસ્પિટલમાં તમામ પ્રકારની અત્યાધુનિક સેવાઓ સજ્જ કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ઇન હાઉસ સીટી સ્કેન ડાયાબિટીસ ડાયાલિસિસ જેવી અન્ય દર્દીઓને સુખાકારીમાં વધારો થાય તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ખાનગી લેબોરેટરીમાં થતા કોરોના ટેસ્ટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરાયો

રાજ્યમાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાનમાં લેવામાં આવી છે તેને જ લઈને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના હિતને અનુલક્ષીને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળતી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા આજે તેની જાહેરાત કરવામાં આવી છે. જેની અમલીકરણ આજથી જ શરૂ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે આ કોર કમિટીમાં લેવાયેલ નિર્ણય માં ખાનગી લેબોરેટરીમાં થતાં ટેસ્ટ માટે જે તે સમયે જે દર નક્કી કરાયા હતા તેમા પણ નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.